લોકડાઉનમાં લગ્ન કર્યા, પિતા-પુત્રનો જન્મદિવસ એક જ દિવસે આવે છે, આવો છે કેપ્ટનનો પરિવાર
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોનો જન્મ 25 ઓગસ્ટ 1998 ના રોજ બાંગ્લાદેશના રાજશાહીમાં થયો હતો. નઝમુલ એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે.તો આજે આપણે બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈનના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

નજમુલ હુસૈન શાંતો એક બાંગ્લાદેશી ક્રિકેટર છે અને ટેસ્ટ અને વનડે આંતરરાષ્ટ્રીય ફોર્મેટ માટે પુરુષ રાષ્ટ્રીય ટીમના વર્તમાન કેપ્ટન છે. તેઓ ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન પણ રહી ચૂક્યો છે.સબ્બીર રહેમાન પછી તે ઘરેલુ ટ્વેન્ટી20માં સદી ફટકારનાર બીજો બાંગ્લાદેશી ક્રિકેટર છે.

ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાની સફર જીત સાથે શરૂ કરી છે. દુબઈમાં રમાયેલી મેચમાં, ટીમ ઈન્ડિયાએ પહેલી જ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને જીત સાથે પોતાનું ખાતું ખોલ્યું હતું.

ડિસેમ્બર 2015 માં, તેને 2016 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેને ICC T20 વર્લ્ડ કપ 2022 માટે પણ પસંદ કરવામાં આવ્યો હતો અને તેણે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ માટે સૌથી વધુ રન (5 મેચમાં 180 રન) બનાવ્યા હતા.

શાંતો રાજશાહીના રણહાટનો રહેવાસી છે અને તેણે ક્લેમોન રાજશાહી ક્રિકેટ એકેડેમીમાં ક્રિકેટ તાલીમ શરૂ કરી હતી. આ એકેડેમી તેના ઘરથી લગભગ 20 કિલોમીટર દૂર હતી, તેથી તે દરરોજ સાયકલ ચલાવી ક્રિકેટ એકેડમી જતો હતો.

બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોની હાલમાં ખુબ ચર્ચા થઈ રહી છે.આજે અમે તમને નઝમુલ હુસૈન શાંતોની પત્ની વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ, જેના પ્રેમમાં બાંગ્લાદેશી ખેલાડીઓ ક્લીન બોલ્ડ થયો હતો.

નઝમુલ હુસૈન શાંતોની પત્નીનું નામ સબરીન સુલતાના રત્ના છે. સબરીન સોશિયલ મીડિયા પર વધારે સક્રિય નથી. તે લાઈમલાઈટથી દૂર રહે છે. કોવિડ-19 મહામારી વચ્ચે 2020માં લોકડાઉન દરમિયાન નઝમુલ હુસૈન શાંતો અને સબરીન સુલતાના રત્નાના લગ્ન થયા હતા. બંનેના લગ્ન જુલાઈ મહિનામાં થયા હતા. બંનેના લગ્ન રાજશાહીમાં ઘરે થયા હતા.

વર્ષ 2023માં નઝમુલ હુસૈન શાંતો અને તેમની પત્ની સબરીનના ઘરે એક નાના મહેમાનનું આગમન થયું હતુ. 25 ઓગસ્ટના રોજ, બંને પહેલી વાર માતા-પિતા બન્યા. તેમને એક બાળક છોકરો છે. તમને જણાવી દઈએ કે તેમના બાળકનો જન્મ 25 ઓગસ્ટના રોજ થયો હતો. નઝમુલ હુસૈન શાંતોનો જન્મદિવસ પણ આ દિવસે આવે છે.

ફેબ્રુઆરી 2024માં, પસંદગી સમિતિ દ્વારા શાંતોને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટ માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતો.માર્ચ 2024માં, શાંતોએ 3 મેચની ODI સિરીઝની પહેલી મેચમાં શ્રીલંકા સામે અણનમ 122 રન બનાવ્યા હતા. આ પુરુષોની ODIમાં બાંગ્લાદેશી કેપ્ટન દ્વારા બનાવેલ સૌથી વધુ સ્કોર છે.

તેણે 8 નવેમ્બર 2016 ના રોજ 2016-17 બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં કોમિલા વિક્ટોરિયન્સ તરફથી રમીને ટ્વેન્ટી20 (T20)માં ડેબ્યૂ કર્યું.ડિસેમ્બર 2017 માં, તેણે અને મિઝાનુર રહેમાને 2017-18 નેશનલ ક્રિકેટ લીગમાં ઢાકા મેટ્રોપોલિસ સામે રાજશાહી ડિવિઝન માટે બેટિંગ કરતા બાંગ્લાદેશમાં સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ મેચમાં સૌથી વધુ ઓપનિંગ ભાગીદારી કરી, જેમાં 341 રન બનાવ્યા.

તે 2017-18 ઢાકા પ્રીમિયર ડિવિઝન ક્રિકેટ લીગમાં 16 મેચોમાં 749 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.ઓક્ટોબર 2018 માં, તેને 2018-19 બાંગ્લાદેશ પ્રીમિયર લીગ માટે ડ્રાફ્ટ પછી ખુલના ટાઇટન્સ ટીમ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું. ઓગસ્ટ 2019 માં, તે બાંગ્લાદેશની 2019-20 સીઝન પહેલા તાલીમ શિબિરમાં નામ આપવામાં આવેલા 35 ક્રિકેટરોમાંનો એક હતો.

તે બીપીએલ સીઝનમાં 500 થી વધુ રન બનાવનાર પ્રથમ બાંગ્લાદેશી ખેલાડી પણ બન્યો. તેણે પોતાના પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો






































































