Alimony by Female Actresses : છૂટાછેડા દરમ્યાન આ મહિલા એક્ટ્રેસે તેમના પતિને ચૂકવી ભરણપોષણની મોટી રકમ
અહીં કેટલીક એવી મહિલા સેલેબ્રિટીઓના છૂટાછેડા અને તેમના પતિને ચૂકવવામાં આવેલા ભરણપોષણ વિશે વાત કરીશું. જેમ કે, બ્રિટની સ્પીયર્સ, હેલ બેરી અને મેડોના જેવી અભિનેત્રીઓએ તેમના છૂટાછેડા પછી મોટી રકમ ચૂકવવા પડ્યા છે.

હોલીવુડ સેલિબ્રિટીઓના છૂટાછેડાના કિસ્સાઓ ઘણીવાર સમાચારમાં રહે છે. બ્રિટની સ્પીયર્સે તેના ભૂતપૂર્વ પતિ કેવિન ફેડરલાઇનને માસિક ભરણપોષણ ચૂકવવાનું હતું. બ્રિટની સ્પીયર્સ અને કેવિન ભરણપોષણ ચુકવણી અંગે હેડલાઇન્સમાં રહ્યા હતા.

બ્રિટની સ્પીયર્સ અને કેવિન ફેડરલાઇનના 2007 માં છૂટાછેડા થયા. બ્રિટનીને કેવિન ફેડરલાઇનને દર મહિને ભરણપોષણ અને બાળ સહાય તરીકે લગભગ $40,000 (લગભગ રૂ. 33 લાખ) ચૂકવવા પડતા હતા. બાદમાં આ રકમ ઘટાડીને $20,000 પ્રતિ માસ કરવામાં આવી. 2018 માં, કેવિન ફેડરલાઈને બાળ સહાય વધારવાની માંગણી કરી, જે પછી વધારીને $35,000 પ્રતિ માસ કરવામાં આવી.

હેલ બેરી ભૂતપૂર્વ પતિ ગેબ્રિયલ ઓબ્રીને ભરણપોષણ ચૂકવવું પડ્યું. હેલ બેરીના સંઘર્ષ અંગે વાત કરવામાં આવે તો તે ચાઇલ્ડ સપોર્ટને કારણે સમાચારમાં આવી હતી.

હેલ બેરી અને ગેબ્રિયલ ઓબ્રીએ 2010 માં તેમના સંબંધોનો અંત લાવ્યો. તેમની પુત્રી નાહલાની કસ્ટડી અંગે કાનૂની વિવાદ થયો, જેના પરિણામે હેલ બેરીને ગેબ્રિયલ ઓબ્રીને બાળ ભરણપોષણ માટે દર મહિને $16,000 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો. વધુમાં, તેણે ઓબ્રીની કાનૂની ફી માટે $300,000 પણ ચૂકવવા પડ્યા.

મેડોના અને ગાય રિચીએ 2008 માં છૂટાછેડા લીધા. મેડોનાના છૂટાછેડા પછી તેણે ગાય રિચીને $90 મિલિયન ચૂકવ્યા.

છૂટાછેડા બાદ તેણીએ ભારે આર્થિક નુકસાન ભોગવવું પડ્યું. જે લગભગ 740 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા.
દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવન શૈલીના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
