ગુજરાતમાં BPL કાર્ડ ધારકોને 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર ! સરકાર લઈ શકે મોટો નિર્ણય
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં BPL કાર્ડ ધારકોને માત્ર ₹500માં ગેસ સિલિન્ડર આપવાની યોજના પર ચર્ચા થઈ. કોંગ્રેસના નેતાએ સરકારને આ અંગે પ્રશ્ન કર્યો, જેના જવાબમાં મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે આ યોજના પર વિચારણા ચાલી રહી છે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. 20 ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ બાદ, મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં નિવેદન આપ્યું કે BPL કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા અંગે સરકાર દ્વારા વિચારણા થઈ શકે છે.

પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને પ્રશ્ન કર્યો કે અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે, તો ગુજરાતમાં પણ તે જ યોજનાનો અમલ કરવામાં આવશે કે નહીં?

આ પ્રશ્નનો જવાબ આપતાં મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું કે BPL કાર્ડ ધારકો માટે આ યોજના અંગે વિચારણા થઈ રહી છે.

સરકાર ટૂંક સમયમાં આ મુદ્દે કોઈ નિર્ણય લઈ શકે છે, જેનાથી રાજ્યની ગૃહિણીઓને રાહત મળી શકે.

હાલમાં આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આગામી સમયમાં આ યોજના અમલમાં આવે તો BPL કાર્ડ ધારકો માટે સસ્તા દરે ગેસ સિલિન્ડર મળવાની શક્યતા વધી શકે છે.
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
