AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : ‘નાગણેશ્વરી માતાજી’ ના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

નાગણેશ્વરી માતાજી નું મુખ્ય પ્રાગટ્ય સ્થાન મંદિર રાજસ્થાનમાં જોધપુર થી આશરે 70 કિલોમીટર અને બાલોતરા થી આશરે 52 કિલોમીટરના અંતરે બાડમેર જિલ્લાના પંચપાદરા તાલુકાના નાગાણા ગામે " નાગણેશ્વરી માતાજી મંદિર" આવેલ છે.

| Updated on: Aug 07, 2025 | 6:33 PM
Share
સામવેદ તથા મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત માં નાગણેશ્વરી માતાજી ના મહિમા નું વર્ણન છે.માતાજી શ્રેષ્ઠ મુનિવાર કશ્યપ ઋષિ ના માનસી (એટલે કે જેને તપ અને મંત્રોથી ઉત્પન્ન કરેલ) પુત્રી છે. જેથી માં ને મનસા દેવી તરીકે ઓળખવામાં આવે છે, જેઓનું ભવ્ય મંદિર ઉત્તરાંચલ રાજ્યના પવિત્રધામ હરિદ્વારમાં તથા બીજું મંદિર પંજાબ પાસે આવેલ મણીમાજરા શહેરમાં આવેલ છે.

1 / 8
મનસા માતાજીના વિવિધ યુગોમાં કરેલ કાર્યો તથા મહિમા મુજબ માતાજીના નામાભીકરણ થયેલ 12 નામોનું વર્ણન આ  શ્લોક માં છે. તેમાંથી એક નામ નાગણેશ્વરી માતાજી તરીકે પણ ઓળખાય છે. "જરત્કારું, જગદગૌરી, મનસા, સિદ્ધ યોગીની, વૈષ્ણવી, નાગભગીની, શૈવી, નાગણેશ્વરી તથા જરતકારુપ્રિયા, આસ્તિક માતા, વિષહરીતીય, મહાજ્ઞાનયુતા, યૈવ સાહીવી વિશ્વપુજીત, વ્યાધ શૈતાની નામા ની પૂજા કાલે તૂ ય: પઠેત તસ્ય નાગભયં નાસ્તિ તસ્ય વંશાન્સવમ, ૐ હ્રીં શ્રીમ ક્લિમ મનસાદેવીયે સ્વાહા "

2 / 8
પરીક્ષિત રાજાના પુત્ર જન્મેજય રાજાએ કરેલા સર્પ યજ્ઞમાં નાગોના રાજા વાસુકી તથા તક્ષક નાગો નું માતાજી એ રક્ષણ કરેલ જેથી તેઓ નાગણેશ્વરી ના નામથી ઓળખાયા. મનથી અવિનાશી આત્મસ્વરૂપ પરમાત્માના ધ્યાનમાં એકાગ્રતા કેળવી આત્મસ્મરણમાં લિન એવા શ્રી વિષ્ણુભક્ત માંનાગણેશ્વરી ત્રણ યુગના સમય સુધી એકાગ્રતા સાધી યોગ સિદ્ધિ પામ્યા જેથી શરીર ઘસાઈને ક્ષીણ થઈ ગયેલું જે જોઈને ભગવાન શ્રીકૃષ્ણએ તેમનું નામ જરત્કારું પાડેલ.માં નાગણેશ્વરી સ્વર્ગલોકમાં, નાગલોકમાં, બ્રહ્મલોક તથા ધરતી પર સફેદ રંગના વસ્ત્રો ધારણ કરે છે એટલે જગતગૌરી કહેવાય છે.

3 / 8
તેઓ ભગવાન વિષ્ણુની ભક્તિમાં હંમેશા લીન રહેતા હોવાથી તે  વૈષ્ણવી પણ કહેવાય છે. માં નાગણેશ્વરી નાગોના રાજા વાસુકીના બહેન હોવાથી નાગભગીની પણ કહેવાયા. માતાજી નાગ સાપનું ઝેર હરી લેવાનું સામર્થ્ય ધરાવે છે જેથી વિશહરી નામથી પણ ઓળખાય છે.મહાદેવની પાસે રહી સિદ્ધિ તથા મહાદેવની પ્રસન્નતા મેળવી જેથી તે સિદ્ધયોગીની પણ કહેવાય છે. તેઓ શ્રેષ્ઠ મુનિવર આસ્તિક ઋષિ ના માતા હોવાથી આ દેવી આસ્તિકમાતાના નામે પણ ઓળખાય છે. તેમના પતિ મહર્ષિ જરત્કારું ઋષિ હતા જેથી જરત્કારુંપ્રિયા ના નામથી પણ ઓળખાયા.

4 / 8
રણબંકા રાઠોડ જ્યારે ધર્મ ની રક્ષા કાજે યુદ્ધે જતા ત્યારે માતાજી સમડી ( ચીલ) પક્ષી રૂપે રાજા અને સૈન્ય ની સાથે રહીને રક્ષા કરતા તેથી માં નાગણેશ્વરી રાઠોડ રાજપુત વંશના કુળદેવી તરીકે પૂંજાય છે. તેમનું મુખ્ય મંદિર રાજસ્થાન માં બાડમેર જિલ્લા પચપાદરાતાલુકા ના નાગાણા ગામે શ્રી નાગણેચિયા માતાજી નું મંદિર આવેલું છે. ત્યાં રાત્રિ રોકાણ માટે વિશાળ જગામાં ધર્મશાળા તથા ભોજનશાળા ની વ્યવસ્થા પણ ખૂબ સારી છે. જોધપુરના મહેરાનગઢ કિલ્લામાં અને બિકાનેર માં પણ માં નાગણેશ્વરી ની મૂર્તિ સ્થાપિત કરેલ છે અને કુળદેવી તરીકે પૂંજાય છે.

5 / 8
લોકકથા અનુસાર રાવ ઘૂહડજી ને તેમના મામાએ કુળદેવી વિશે મહેણું મારતા રાવ ઘૂહડજી તેમના મામાએ જણાવેલ જગાએથી માતાજીની મૂર્તિ લઈને જોધપુર જતા હતા ત્યારે રસ્તામાં લીમડાના ઝાડ નીચે આરામ કરવા રોકાયા, ત્યાં આરામ કરતા કરતા તેમને વિચાર આવવા લાગ્યા કે હું આ કુળદેવીની મૂર્તિ લઈને જાવ તો છું પણ મારા કુટુંબીઓ આનો સ્વીકાર કરશે કે કેમ ? માને કુળદેવી તરીકે માનશે કે કેમ? એવા વિચારો આવતાજ અચાનક એક પ્રચંડ અવાજ સાથે બાજુમાં રહેલો પર્વત ફાટ્યો અને એમાંથી પથ્થર સ્વરૂપે મૂર્તિ પ્રગટ થઈ અને અવાજ આવ્યો કે હું જ નાગણેશ્વરી, અહીંયા મારું એક મંદિર બંધાવજે અને ગામ વસાવજે એ ગામનું નામ નાગાણા એવું રાખજે અને આ જમીન જોધપુર રાજા મંદિર માટે આપે તથા મારી પૂજા રાઠોડ વંશ જ કરે. તેવી બધી વાત કરીને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ રાવ ઘૂહડજી તેમની સાથે લઈ જઈ રહેલ મૂર્તિ લઈને જોધપુર ગયા અને રાજાને બધી વાત કરી રાજાએ તુરંત જ ગામ વસાવવાનું અને જ્યાં પર્વત ફાડીને પથ્થર સ્વરૂપે મૂર્તિ પ્રગટ થઈ હતી ત્યાં મંદિર બંધાવવાનું કામ ચાલુ કરાવ્યું. અને ગામનું નામ નાગાણા રાખ્યું. રાવ ઘૂહડજી ને એ ગામની જાગીર આપી અને ઘૂહડજી જે મૂર્તિ લઈને જઈ રહ્યા હતા તે મૂર્તિ ને જોધપુરના મહેરાનગઢ કિલ્લામાં સ્થાપિત કરી અને આજે પણ કુળદેવી તરીકે પૂજાય છે.

6 / 8
હાલમાં પણ નાગાણા ગામે આવેલ માં નાગણેશ્વરી ના મુખ્ય પાટસ્થાન મંદિરમાં આજે મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે ત્યારે પણ મૂર્તિ જ્યારે જે સ્થિતિમાં નીકળી હતી તે જ સ્થિતિમાં અને તે જ સ્થાને બિરાજમાન છે. અને માતાજી ની પૂજા ઘૂહડજી રાઠોડના વંશજ કરે છે.જોધપુર ના રાજવંશ નો વંશવેલો ગુજરાતમાં પણ પથરાયેલો છે. રાઠોડ તથા તેમની પેટા જ્ઞાતિ જોધ્ધા, કુંપાવત, જેતાવત, ચંપાવત રાજપૂતો ના ગામો ખુમાપુર, ભવાનગઢ, વાગડી, મઉ વાસણ વગેરે ગામોમાં પણ માં નાગણેશ્વરી ના મંદિરો આવેલ છે.

7 / 8
( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

8 / 8

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

g clip-path="url(#clip0_868_265)">