હવામાં પણ 7- સ્ટાર સવારી કરે છે મુકેશ અંબાણી, કિંમત છે 1000 કરોડ- જુઓ Photos

ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીનું કાર કલેક્શન તો આપે જોયુ જ હશે. તેમની પાસે પ્રાઈવેટ જેટ અને હેલિકોપ્ટરનું પણ એક શાનદાર કલેક્શન છે જેમા વધુ એક પ્રાઈવેટ જેટનો સમાવેશ થયો છે. આ ભારતનું પ્રથમ બોઈંગ બીબીજે 737 મેક્સ 9 છે. જેની કિમત જાણીને તમને પણ અમીર બનવાનું મન થયા વિના નહીં રહે.

| Updated on: Nov 11, 2024 | 2:32 PM
ભારતના સૌથી અમીર લોકો પૈકીનો એક અંબાણી પરિવાર ન માત્ર તેમની વૈભવી કાર સંગ્રહ માટે જાણીતો નથી, પરંતુ તેમની પાસે ઘણા વૈભવી પ્રાઈવેટ જેટ પણ છે. મુકેશ અંબાણીએ તાજેતરમાં જ ભારતનું પ્રથમ બોઇંગ BBJ 737 Max 9 પ્રાઇવેટ જેટ ખરીદ્યું છે, જે એક અદ્ભુત પ્લેન છે.

1 / 5
13 એપ્રિલ 2023થી તેના મોડિફકેશન અને ટેસ્ટીંગ ફ્લાઈટ્સનો સિલસિલો શરૂ થયો. તેની 6 ટેસ્ટીંગ ફ્લાઈટ્સ કરવામાં આવી. જેનો અંતિમ પડાવ 27 ઓગસ્ટ 2024ના રોજ હતો. આ જેટમાં બે શક્તિશાળી એન્જિન અને તેનું ઉત્પાદન બોઇંગના રેન્ટન પ્રોડક્શન પ્લાન્ટમાં થાય છે.

2 / 5
અલ્ટ્રા લોંગ રેન્જ બિઝનેસ જેટ બોઈંગ 737 મેક્સ 9 ની કિંમત આશરે રૂ. 1,000 કરોડ છે. કોઈપણ ભારતીય ઉદ્યોગપતિ દ્વારા ખરીદાયેલું આ સૌથી મોંઘું પ્રાઈવેટ જેટ છે. મુકેશ અંબાણીએ તેમાં મોટા ફેરફારો કર્યા છે અને તાજેતરમાં તેની ડિલિવરી લીધી છે.

3 / 5
અંબાણી પરિવારે એકલા આ પ્રાઈવેટ જેટની કેબિન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હશે. તેને જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવ્યું છે અને દેખાવમાં ખૂબ જ સુંદર હશે. Boeing BBJ 737 Max 9 ની કેબિન પહેલેથી જ ખૂબ સુંદર અને મહેલ જેવી દેખાય છે. અંદરનું ઈન્ટીરિયર પણ કોઈ મહેલ જેવુ છે.

4 / 5
બોઇંગ 737 મેક્સ 8 ની સરખામણીમાં, નવા મેક્સ 9ને મોટી અને વિશાળ જગ્યા ધરાવતી સ્પેશિયસ કેબિન આપવામાં આવી છે. આ એરક્રાફ્ટનો MSN નંબર 8401 છે અને આ પ્રાઈવેટ જેટ એક સમયે લગભગ 11,770 કિમીના અંતર સુધી ઉડી શકે છે. તેની કેબિનમાં તે તમામ કમ્ફર્ટ ફીચર્સ છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">