ધોરાજીમાં ઠેર ઠેર ખડકાયા કચરાના ગંજ, સફાઈ કરાવવાના બદલે ભાજપ કોંગ્રેસ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં મસ્ત- Video

રાજકોટના ધોરાજીમાં છેલ્લા કેટલાય દિવસોથી ઠેરઠેર કચરાના ગંજ ખડકાયા છે. ઠેરઠેર ગટરો ઉભરાઈ રહી છે. શહેરમાં સફાઈનું નામો નિશાન જોવા મળતુ નથી ત્યારે શહેરની સફાઈ કરાવવાના બદલે ભાજપ-કોંગ્રેસના સત્તાધિશો આક્ષેપ પ્રતિઆક્ષેપમાં મસ્ત બન્યા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2025 | 9:00 PM

રાજકોટની ધોરાજી પાલિકામાં 2 વર્ષથી વહીવટદારનું શાસન છે. તેવામાં શહેરની હાલત કફોડી બનતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, ધોરાજીમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે. અનેક વિસ્તારમાં પ્લાસ્ટિક, થેલી, થર્મોકોલ અને એંઠવાડ સહિતનો કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. માનવ સહિત પશુ-પક્ષીઓના આરોગ્ય સામે ખતરો મંડાયો છે. પશુ-પક્ષીઓ આ કચરાને આરોગી રહ્યા છે. વિસ્તારમાં એટલી દુર્ગંધ ફેલાઇ છે, કે પસાર થવું મુશ્કેલ બન્યું છે. મચ્છરજન્ય રોગચાળો ફેલાઇ શકે છે. અહીં રહેતા સ્થાનિકો અને વેપારીઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે. એટલું જ નહીં, ગટરો ઉભરાતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ત્યારે, સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે પાલિકાને રજૂઆત કરી હોવા છતાં કામગીરી થતી નથી.

ધોરાજીમાં ગંદકી બાબતે કોંગ્રેસે પાલિકાના ભાજપ વહીવટદારો સામે આક્ષેપ કર્યા કે, શહેરમાં સફાઇની સ્થિતિ ખાડે ગઇ છે. કોન્ટ્રાક્ટરો ભાજપના મળતીયા છે. તેઓ કચરો ઉપાડતા નથી. માત્ર કાગળ પર સફાઇ કરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે.

ભાજપના મહામંત્રીએ કોંગ્રેસના આક્ષેપોને ફગાવતા કહ્યું કે શહેરભરમાં સફાઇ નિયમિત થાય છે. ચૂંટણી નજીક આવી રહી છે. એટલે કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. ભાજપના કોઇ પણ લાગતા-વળગતાનો કોન્ટ્રાક્ટ નથી.

Carrot Juice for Health : ગાજરનો રસ કયા સમયે પીવો જોઈએ? જાણો ફાયદા
Extramarital Affair : અહીં લોકો રાખે છે સૌથી વધુ એક્સ્ટ્રા મેરિટલ અફેર
શું છોકરીના સાસરિયાના ઘરનું પાણી પીવું એ પાપ છે? પ્રેમાનંદ મહારાજે આપ્યો શાનદાર જવાબ
Chanakya Niti : આવી પત્ની તેના પતિને બનાવે છે 'કરોડપતિ', જાણો ચાણક્ય નીતિ શું કહે છે
અભિનેતા બનવા આ સ્ટારે 16 વર્ષની ઉંમરે ઘર છોડ્યુ હતુ, જુઓ ફોટો
ઘરમાં વાસણ સાફ કરે છે આ કરોડપતિ અભિનેતા, જુઓ ફોટો

અત્રે ઉલ્લેખનીય છે, વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા તો દેખાઇ જ રહ્યા છે. જે સાબિતી આપી રહ્યું છે અને બીજી તરફ સત્તાધીશોએ સફાઇના દાવા પણ કર્યા છે પરંતુ, સવાલ એ છે કે આ પોકળ દાવાઓ વચ્ચે ખરેખરમાં સફાઇ ક્યારે થશે? અને પ્રજાને ક્યારે ગંદકીથી રાહત મળશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">