Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : રાજકોટમાં સૂર્યકુમાર યાદવ કરશે ટીમમાં ફેરફાર ! જાણો બીજી T20માં કેવી હશે ભારતની પ્લેઈંગ 11 ?

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની શ્રેણીની પ્રથમ બે મેચ જીતી લીધી છે. પરંતુ બંને મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન અલગ રહી છે. આવું જ દ્રશ્ય રાજકોટ T20માં પણ જોવા મળી શકે છે. રાજકોટમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમમાં ફેરફાર કરી શકે છે.

| Updated on: Jan 28, 2025 | 5:17 PM
ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20 શ્રેણીમાં શરૂઆતની બંને મેચ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી બંને મેચોમાં અલગ-અલગ પ્લેઈંગ ઈલેવન સાથે પ્રવેશ કર્યો છે અને ત્રીજી T20માં પણ આ જ માહોલ જોવા મળી શકે છે. પરંતુ સવાલ એ છે કે રાજકોટમાં રમાનાર મેચમાંથી સુકાની સૂર્યકુમાર યાદવ કોને બહાર કરશે અને પ્લેઈંગ ઈલેવનમાં કયો ખેલાડી સ્થાન મેળવી શકશે?

1 / 5
વિકેટ કીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને સુર્યમાર યાદવે ચેન્નાઈ T20માં તક આપી હતી. જોકે, લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમ મુશ્કેલ સ્થિતિમાં હતી ત્યારે ધ્રુવે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાના ત્રણ બેટ્સમેન 60 રનની અંદર પેવેલિયન પરત ફર્યા હતા, ત્યારબાદ ધીરજપૂર્વક રમવાની જવાબદારી ધ્રુવના ખભા પર હતી, પરંતુ તે માત્ર 5 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. આવી સ્થિતિમાં રાજકોટમાં ધ્રુવના રમવા પર તલવાર લટકી રહી છે.

2 / 5
કોલકાતામાં રમાયેલી પ્રથમ T20 બાદ રિંકુ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડી ઈજાગ્રસ્ત થયા હતા. તેમની જગ્યાએ શિવમ દુબે અને રમનદીપ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ ચેન્નાઈમાં બંનેમાંથી કોઈને તક મળી નહીં. રિંકુ અને નીતીશની જગ્યાએ સૂર્યાએ વોશિંગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા. વોશિંગ્ટને 26 રન બનાવવા ઉપરાંત એક વિકેટ ઝડપી. જ્યારે ધ્રુવ ફ્લોપ રહ્યો. આવી સ્થિતિમાં સૂર્યકુમાર રાજકોટમાં ધ્રુવના સ્થાને શિવમ અથવા રમનદીપમાંથી એકને તક આપી શકે છે.

3 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ ઘણો શાનદાર છે. ટીમ ઈન્ડિયાએ અહીં 5 T20માંથી 4 જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ઈંગ્લેન્ડ પ્રથમ વખત T20 મેચ રમશે. આ મેચ 28 જાન્યુઆરી મંગળવારના રોજ સાંજે 7 વાગ્યાથી રમાશે.

4 / 5
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે/રમનદીપ સિંહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી. (All Photo Credit : PTI)

5 / 5

ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી સહિત ટીમ ઈન્ડિયાની તમામ મેચ, સિરીઝ, ટુર્નામેન્ટ સાથે જોડાયેલ સમાચારો વિશે જાણવા કરો ક્લિક

Follow Us:
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો

અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક

પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો

g clip-path="url(#clip0_868_265)">