Stock Market: આ કંપનીને રેલવે તરફથી મોટો ઓર્ડર મળ્યો, સોમવારે શેર તેની લયમાં જોવા મળશે!
સિવિલ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કાર્યરત કંપનીને રેલવે તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. હવે આ શેર સોમવારે બજારમાં રફતાર પકડે તેવી શક્યતા છે. આ સિવાય, રોકાણકારો પણ સોમવારે માર્કેટ ખૂલે તેની રાહ જોઈ રહ્યા છે.

BSE 200 પર લિસ્ટેડ કંપનીએ ગયા અઠવાડિયે પણ માહિતી આપી હતી કે, તે બીજા રેલવે પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવનાર કંપની સાબિત થઈ છે.

BSE 200 પર લિસ્ટેડ સિવિલ કન્સ્ટ્રક્શન કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડે શનિવારે ઓર્ડર મેળવવાની માહિતી આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેને દક્ષિણ રેલવે તરફથી આ ઓર્ડર મળ્યો છે અને આ ઓર્ડર ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમના અપગ્રેડેશન સાથે સંબંધિત છે.

કંપનીએ ગયા અઠવાડિયે માહિતી આપી હતી કે, તે દક્ષિણ રેલવેના એક પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવનાર કંપની સાબિત થઈ છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતીની અસર સોમવારે તેના શેરમાં એટલે કે ટ્રેડિંગમાં જોઈ શકાય તેવી આશા છે.

કંપનીને ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમના અપગ્રેડેશન સંબંધિત કાર્ય માટે દક્ષિણ રેલવે તરફથી ઓર્ડર મળ્યો છે. આ અપગ્રેડ સાલેમ ડિવિઝનમાં થવાનું છે. ઓર્ડર સાઇઝ રૂ. 143 કરોડ છે અને આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમય મર્યાદા 24 મહિનાની છે.

અગાઉ 27 જૂનના રોજ કંપનીએ માહિતી આપી હતી કે, તે સાઉથ સેન્ટ્રલ રેલવેના એક પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવનાર કંપની બની છે. આ પ્રોજેક્ટ વિજયવાડા ડિવિઝનમાં છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ઓર્ડરની સાઇઝ 213 કરોડ રૂપિયાથી વધુની છે. જણાવી દઈએ કે, આ કરાર 24 મહિનામાં પૂર્ણ થવાનો છે.

શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં, સ્ટોક 0.2 ટકાના વધારા સાથે 391.35 પર બંધ થયો હતો. આ વર્ષે સ્ટોક 647 ના હાઈ પર જોવા મળ્યો છે, જ્યારે વર્ષનું સૌથી નીચું સ્તર 295 છે. એક વર્ષ પહેલા સ્ટોક 500 ના સ્તરથી ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
