AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકાર પાસે LPG અને પેટ્રોલ-ડીઝલનો 'ફુલ સ્ટોક', કાળાબજાર કરનારાઓ સામે 'લાલ આંખ' કરાશે - જુઓ Video

સરકાર પાસે LPG અને પેટ્રોલ-ડીઝલનો ‘ફુલ સ્ટોક’, કાળાબજાર કરનારાઓ સામે ‘લાલ આંખ’ કરાશે – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2026 | 8:44 PM
Share

ઈરાન સંકટ અને વૈશ્વિક તણાવ વચ્ચે દેશમાં ગેસની અછત ઉભી ન થાય તે માટે સરકાર ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં એક ખાસ કમિટી બનાવીને રસોઈ ગેસ (LPG), CNG અને પેટ્રોલ-ડીઝલના પુરવઠાનું સચોટ આયોજન કરવામાં આવ્યું છે.

દેશમાં ઊભા થયેલા ગેસ સંકટને પહોંચી વળવા માટે સરકાર સંપૂર્ણપણે સજ્જ છે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે યુદ્ધના ધોરણે આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે, જે સમગ્ર સ્થિતિ પર સીધી નજર રાખી રહી છે. આ દરમિયાન ભાજપના નેતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, પશ્ચિમી આફ્રિકાથી LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) નો પુરવઠો સતત જળવાઈ રહે, તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, સામાન્ય જનતા પર આર્થિક બોજ ન પડે અને ભાવ વધારો ન કરવો પડે તે રીતે તમામ આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશમાં હાલમાં LPG, CNG સહિત પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સરકારે ખાતરી આપી છે કે, LPG સિલિન્ડરના સપ્લાયમાં કોઈ કાપ મૂકવામાં આવશે નહીં અને લોકોને જરૂરિયાત મુજબ પૂરતો જથ્થો મળતો રહેશે.

કાળાબજાર કરનારાઓની ખેર નહીં

કોમર્શિયલ ગેસના મુદ્દે પણ સરકાર ચિંતિત છે અને ઓછામાં ઓછો 80 ટકા પુરવઠો મળી રહે, તેવું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે વધુમાં કડક ચેતવણી આપી છે કે, કોઈ પણ વ્યક્તિ કે વેપારી ખોટી રીતે ગેસ કે ઈંધણનો સંગ્રહ ન કરે. જો કાળાબજારી કે સંગ્રહખોરીની ફરિયાદ મળશે, તો સરકાર સખત પગલાં ભરશે.

લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને પેનિક બુકિંગથી બચે. ભારતે અન્ય દેશો પાસેથી ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસનો વધારાનો જથ્થો મંગાવવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. જો જરૂર પડશે તો કેન્દ્ર અને ગુજરાત સરકાર ઊંચા ભાવે પણ જથ્થો મંગાવીને જનતાની સુવિધા સુનિશ્ચિત કરશે.

આ પણ વાંચો: કેન્દ્રના માર્ગ અને પરિવહન વિભાગે, ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર છેલ્લા પાંચ વર્ષમાં 20,383 કરોડનો ટોલ ટેક્સ વસૂલ્યો

g clip-path="url(#clip0_868_265)">