કોમર્શિયલ ગેસની અછત વચ્ચે પણ સુમુલ ડેરી સજ્જ, દૂધ પ્રોસેસિંગ પર અસર નહીં
Side Effects of Iran Israel War : યુદ્ધના 12માં દિવસે ગેસ માટે ઊભી થયેલ અછતની પરિસ્થિતિમાં ગેસ કંપની દ્વારા સુમુલ ડેરીને આપવામાં આવતો કોમર્શિયલ ગેસના પુરવઠામાં આશરે 50 ટકા સુધી ઘટાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે ગેસની અછતને પહોંચી વળવા માટે સુમુલ ડેરીએ અગાઉથી જ જરૂરી તૈયારીઓ કરી રાખી છે.
વિશ્વ સ્તરે અમેરિકા ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિના કારણે કોમર્શિયલ ગેસના પુરવઠા પર ભારે અસર જોવા મળી રહી છે. આ સ્થિતિના કારણે ગેસ સપ્લાય ચેનમાં અસ્થિરતા સર્જાઈ છે અને કેટલાક ઉદ્યોગોને ગેસ પુરવઠામાં ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો છે.
યુદ્ધના 12માં દિવસે ગેસ માટે ઊભી થયેલ અછતની પરિસ્થિતિમાં ગેસ કંપની દ્વારા સુમુલ ડેરીને આપવામાં આવતો કોમર્શિયલ ગેસના પુરવઠામાં આશરે 50 ટકા સુધી ઘટાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે ગેસની અછતને પહોંચી વળવા માટે સુમુલ ડેરીએ અગાઉથી જ જરૂરી તૈયારીઓ કરી રાખી છે.
ગેસની અવેજીમાં ડેરી પ્રોડક્ટ બનાવવા અને સુમુલ ડેરીના પ્લાન્ટમાં બોઇલર અને અન્ય મશીનરીના સંચાલન માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જેના કારણે ગેસ પુરવઠામાં ઘટાડા છતાં ડેરીના દૈનિક કામગીરી પર કોઈ મોટો પ્રભાવ પડવાનો નથી.
સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, ગેસની અછતને ધ્યાનમાં રાખીને પ્લાન્ટમાં જરૂરી બેકઅપ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે દૂધના પ્રોસેસિંગ અથવા ડેરીની કામગીરી પર કોઈ અસર પડશે નહીં.
તેમણે વધુમાં જણાવ્યું કે ડેરીના ઉત્પાદન અને દૂધ પ્રોસેસિંગની પ્રક્રિયા સતત યથાવત્ રહેશે અને ગ્રાહકોને દૂધ તથા અન્ય ડેરી ઉત્પાદનોની સપ્લાયમાં કોઈ વિક્ષેપ થવાની શક્યતા નથી.
