T20 World Cup : આ 9 ભારતીય ખેલાડીઓએ બે વાર T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે, જુઓ આખું લિસ્ટ
T20 World Cup 2026 : ભારતે ન્યુઝીલેન્ડને હરાવી સતત બીજી વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ પોતાને નામ કર્યો છે. ટીમ ઈન્ડિયાના રેકોર્ડમાં આ ટ્રોફી ત્રીજીવખત આવી છે. ત્રીજી વખત ટી20 વર્લ્ડકપની ટ્રોફી જીતનારી પહેલી ટીમ બની ગઈ છે. ભારત માટે અત્યારસુધી 9 ખેલાડીઓએ 2-2 વખત ટી20 વર્લ્ડકપ જીત્યા છે. આ લિસ્ટમાં ક્યા ક્યા ખેલાડીઓ છે. ચાલો જોઈએ.

ટીમ ઈન્ડિયાએ આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026નો ખિતાબ જીતી ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમ સતત બીજી વખત ટ્રોફી જીતનારી પહેલી ટીમ બની છે. જ્યારે કુલ 3 ટ્રોફી ભારત પાસે છે. ટી20 વર્લ્ડ ચેમ્પિયનમાં કેટલાક ખેલાડીઓ એવા પણ છે. જે ટી20 વર્લ્ડકપની જીતનો ભાગ પહેલા પણ રહી ચૂક્યા છે. જેમણે 2-2 વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે.

ભારતે અત્યારસુધી 3 વખત (2007,2024 અને 2026) ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. 2024માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડકપની ટ્રોફી પોતાને નામ કરી હતી. રોહિત શર્મા 2007 ટી20 વર્લ્ડકપ જીતનારી ટીમનો ભાગ હતા.

ટી20 વર્લ્ડકપ 2026માં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ 2024ના ટી20 વર્લ્ડકપનો ભાગ રહી ચૂક્યા છે. આ ટૂનામેન્ટમાં તેનું શાનદાર યોગદાન રહ્યું હતુ.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 2024 પછી 2026માં ટીમ ઈન્ડિયાને ખિતાબ જીતાડવામાં મહત્વનો રોલ નિભાવ્યો હતો. ફાઈનલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ તેમણે માત્ર 15 રન આપી 4 વિકેટ લીધી અને આખી ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો હતો.

ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં પોતાની બોલિંગથી ટીમને જીતાડનાર હાર્દિક પંડ્યા 2 વખત ટી20 વર્લ્ડકપ જીતનાર ખેલાડી બની ગયો છે. અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 2 વખત ખિતાબ જીતાડવામાં મહત્વની ભુમિકા નિભાવી છે.

ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન અક્ષર પટેલ પણ એ ખેલાડીઓમાં સામેલ છે. જે 2024 અને 2026 બંન્ને ટી20 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમનો ભાગ રહ્યા હતા.

27 વર્ષના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પણ અત્યારસુધી 2 ટી20 વર્લ્ડકપ જીતી ચૂક્યો છે. અર્શદીપ સિંહ 2024 અને 2026 બંન્ને ટૂર્નામેન્ટમાં પોતાની બોલિંગથી ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબે પણ સતત બીજી વખત ચેમ્પિયન ટીમનો ભાગ રહ્યા હતા. 2026ની જેમ 2024માં બોલ અને બેટથી ટીમને જીત અપાવવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી.

મોહમ્મદ સિરાજ 2-2 વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતનાર ખેલાડીઓમાં સામેલ છે. 2026માં તેમણે માત્ર એક મેચ રમી હતી. રસપ્રદ વાત એ છે કે, મોહમ્મદ સિરાજ પહેલા ટી20 વર્લ્ડકપની ટીમમાં ન હતો. પરંતુ હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થતા તેને 15 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ પણ ટી20 વર્લ્ડકપ 2024 અને 2026ના ટી20 વર્લ્ડકપ જીતનારી ટીમનો ભાગ રહ્યો હતો. ટીમને જીત અપાવવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. 2026માં તેને માત્ર પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવાની તક મળી હતી.

સંજુ સેમસન 2026માં ફાઈનલ સહિત 5 મેચમાં શાનદાર ઈનિગ્સ રમી છે. તેમજ ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો રોલ નિભાવ્યો છે. સંજુ સેમસન 2024ની ચેમ્પિયન ટીમનો ભાગ હતો પરંતુ તેને પ્લેંઈગ 11માં તક મળી ન હતી. (ALL PHOTO : PTI)
T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો
