સંસદ સત્ર

સંસદ સત્ર

સંસદ સત્રની જોગવાઈ બંધારણના 85મા અનુચ્છેદમાં આપવામાં આવી છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ તેનો નિર્ણય લે છે. જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે પૂર્ણ કરવામાં આવે છે. જોગવાઈ મુજબ સંસદમાં ત્રણ સત્ર હોય છે. પ્રથમ સત્ર જાન્યુઆરીના અંતમાં થાય છે, જે સૌથી લાંબુ સત્ર છે – તેને બજેટ સત્ર પણ કહેવાય છે.

તે એપ્રિલના છેલ્લા સપ્તાહ અથવા મેના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રહે છે. આ સત્રમાં બજેટ દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી છે. નાણામંત્રીના બજેટ ભાષણો પર ચર્ચા ચાલી રહી છે. આ પછી જુલાઈમાં ત્રણ સપ્તાહનું ચોમાસુ સત્ર છે. તે જુલાઈથી શરૂ થાય છે અને ઓગસ્ટમાં સમાપ્ત થાય છે.

આ સત્ર પણ ઘણું મહત્વનું છે. આ પછી સંસદનું ત્રીજું સત્ર એટલે કે શિયાળુ સત્ર આવે છે. આ નવેમ્બરથી ડિસેમ્બર સુધી યોજાય છે. સંસદના આ સત્રો દરમિયાન જ સરકાર વિરોધ પક્ષોની સહમતિ અને સમર્થનથી કે વિરોધ વચ્ચે નવા કાયદા બનાવે છે. આ ત્રણ સત્રો સિવાય વિશેષ સત્ર પણ બોલાવવામાં આવે છે. સરકારને સંસદનું કોઈપણ સત્ર બોલાવવાનો અધિકાર છે.

સત્ર બોલાવવા માટે, રાષ્ટ્રપતિ સમયાંતરે સંસદના દરેક ગૃહને સમન્સ પણ બહાર પાડે છે. તેવી જ રીતે, સત્રને આગળ વધારવાની કાર્યવાહી પણ રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવે છે. કોવિડ 19 સંક્રમણ દરમિયાન સંસદનું શિયાળુ સત્ર રદ કરવામાં આવ્યું હતું.

Read More

અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસે ખોલ્યો મોરચો, આંબેડકરને લઈને 24મીએ કૂચ, 27મીએ રેલી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં બંધારણ ઉપરની ચર્ચાનો જવાબ આપતા સમયે, બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીને લઈને કોંગ્રેસ ભાજપ પર આકરા પ્રહારો કરી રહી છે. હવે કોંગ્રેસ શાહના રાજીનામાની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. આ સાથે કોંગ્રેસ 24મી ડિસેમ્બરે આંબેડકર સન્માન કૂચ અને 27મી ડિસેમ્બરે મોટી રેલીનું આયોજન કરવા જઈ રહી છે.

સંસદમાં ધક્કામુક્કી મુદ્દે રાહુલ ગાંધીને ખખડાવનાર આ સાંસદ વડોદરા પહોંચ્યા, આંબેડકરના અપમાન મુદ્દે કહી આ વાત

વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ સંસદમાં થયેલા હોબાળા અને રાહુલ ગાંધી સાથેના ઘર્ષણ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આંબેડકરના અપમાનના આરોપો અને સંસદની ઓછી પ્રોડક્ટિવિટી અંગે ચિંતા વ્યક્ત કરી છે. જોશીએ કહ્યું કે, કોંગ્રેસના સતત વિરોધ અને હોબાળાને કારણે તેઓ તેમના ત્રણ પ્રશ્નો રજૂ કરી શક્યા નથી.

રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ આપી છે.

આંબેડકરના અપમાનને મુદ્દો બનાવી દેશના 20 કરોડથી વધુ દલિતોની વોટબેંકને પોતાની તરફ કરવાની રણનીતિ પર કામ કરી છે કોંગ્રેસ ?

કોંગ્રેસે 19 સેકન્ડનો અમિત શાહનો સંસદના ભાષણનો વીડિયો પોસ્ટ કરી લખ્યુ કે RSS અને ભાજપના મનમાં બાબા સાહેબ આંબેડકરને લઈને ધૃણા છે અને જે વીડિયો પોસ્ટ કરાયો તેમા અમિત શાહ વિપક્ષ પર પ્રહાર કરતા એવુ કહી રહ્યા છે " અત્યારે એક ફેશન થઈ ગઈ છે કે આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. આટલુ નામ જો ભગવાનનું લીધુ હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળી જતુ." જો કે 90 મિનિટના ભાષણમાંથી કોંગ્રેસ માત્ર 19 મિનિટના અમિત શાહના નિવેદનને તોડી મરોડીને રાજકીય ફટકાબાજી કરી રહી છે તેની પાછળ દલિત વોટબેંકની મજબુત રણનીતિ કામ કરી છે.

આંબેડકરને લઈને ભાજપ-કોંગ્રેસના સાંસદોના દેખાવો, ધક્કા મુક્કી, જુઓ ફોટા

ડૉ. આંબેડકરને લઈને સંસદ ભવનના પ્રાંગણમાં આજે ભાજપ-એનડીએ અને કોંગ્રેસ ઈન્ડિયા એલાયન્સના સાંસદો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. ધક્કા મુક્કીમાં પડી જવાથી શાસક પક્ષના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા, જેના માટે ભાજપના સાંસદોએ રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા. સામે પક્ષે કોંગ્રેસે આ આરોપોને ફગાવી દીધા અને શાસક પક્ષના સાંસદો પર વિપક્ષી સાંસદોને રોકવાનો આરોપ લગાવ્યો.

કોંગ્રેસે મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યુ છે, હુ આંબેડકરનો અનુયાયી-અમિત શાહ

ડોકટર આંબેડકરનુ અપમાન કર્યું હોવાના કોંગ્રેસના આક્ષેપ બાદ, અમિત શાહે કહ્યું કે સંસદમાં ચર્ચા થઈ કે કોંગ્રેસે ચૂંટણીમાં આંબેડકરને કેવી રીતે હરાવ્યા. કોંગ્રેસે આ માટે ખાસ પ્રયાસો કર્યા અને પોતાની હાર સુનિશ્ચિત કરી, પરંતુ કોંગ્રેસે સત્યને અસત્યનો વેશ ધારણ કરીને ભ્રમ ફેલાવવાનો દૂષિત પ્રયાસ કર્યો છે.

આંબેડકરનું અપમાન કરવા બદલ અમિત શાહનું ખરગેએ માગ્યું રાજીનામુ, કિરણ રિજ્જુજીએ કહ્યું- કોંગ્રેસ નાટક કરે છે

આજે સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા વિપક્ષી સાંસદોએ, સંસદ પરિસરમાં આંબેડકરના પોસ્ટરો સાથે પ્રદર્શન કર્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, લોકસભાના સાંસદો પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વિપક્ષી સાંસદોએ મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે આંબેડકર અંગે ઉચ્ચારાયેલા શબ્દોનો વિરોધ કર્યો હતો.

આંબેડકરના મુદ્દે અમિત શાહને વિપક્ષે ચારેબાજુથી ઘેર્યા, BJP – PM મોદી એક્ટિવ મોડમાં આવ્યા, સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

સંસદમાં અમિત શાહની ઘેરાબંધી બાદ ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય મોડમાં આવી ગઈ છે. શાહ સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓની ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં તે રણનીતિઓ પર ચર્ચા થઈ શકે છે જેના દ્વારા ભાજપ સંસદમાં આ મુદ્દા પર કોંગ્રેસને બેકફૂટ પર ધકેલી શકે.

ચશ્મા વિદેશી હશે તો બંધારણમાં ભારતીયતા નહીં દેખાય, અમિત શાહનો વિપક્ષ પર કટાક્ષ

રાજ્યસભામાં બંધારણ પર ચર્ચાનો છેલ્લો દિવસ છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યસભામાં પોતાના વિચારો રજૂ કર્યા. આ દરમિયાન તેમણે લોકશાહી પર એક મહત્વની વાત કહી કે આપણી સાથે ઘણા દેશોને આઝાદી મળી પરંતુ તેમાંથી ઘણા દેશોમાં લોકશાહી સફળ નથી થઈ.

વન નેશન વન ઈલેકશન : શા માટે મોદી સરકારે JPC ને બિલ મોકલ્યું ?

મોદી સરકારે લોકસભામાં 'વન નેશન, વન ઇલેક્શન' બિલ રજૂ કર્યું છે. મોદી સરકારે આ બિલ પણ JPCને પણ મોકલી દીધું છે. વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન જેપીસીને મોકલાયેલું આ બીજું બિલ છે.

One Nation One Election બિલ લોકસભામાં રજૂ, તેને JPCને મોકલવા સરકાર તૈયાર

દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે થાય તે માટે કેન્દ્ર સરકારે વન નેશન વન ઈલેકશન બિલ આજે લોકસભામાં રજૂ કર્યું છે. કાયદા પ્રધાન અર્જૂન મેઘવાલે, લોકસભામાં વન નેશન વન ઈલેક્શન માટે બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું. સરકાર આ બિલ અંગે સર્વપક્ષીય સાંસદોની બનેલ જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (જેપીસી) રચવા તૈયાર છે. જો કે વિપક્ષે, વન નેશન વન ઈલેકશન બિલને બંધારણ વિરુદ્ધનુ ગણાવીને વિરોધ કર્યો છે.

રાજ્યસભામાં આજથી બે દિવસ બંધારણ પર ચર્ચા, સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન

આજે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બંધારણ પરની ચર્ચાની શરૂઆત કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ વતી ચર્ચાનો પ્રારંભ કરશે. રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આપશે.

ઈન્દિરા ગાંધીએ પોતાની સીટ માટે લગાવી હતી ઈમરજન્સી, કોંગ્રેસનું આ પાપ ક્યારેય ધોવાશે નહીં : PM મોદી

સંસદમાં બંધારણ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમના શાસન અને ઈમરજન્સીનો ઉલ્લેખ કરીને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે દેશ ક્યારેય ભૂલી શકે નહીં કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમની બેઠક માટે દેશમાં ઈમરજન્સી લગાવી હતી.

મોદી કેબિનેટે ‘વન નેશન વન ઈલેક્શન’ બિલને આપી મંજૂરી, ટૂંક સમયમાં સંસદમાં રજૂ થઈ શકે છે

વન નેશન વન ઈલેક્શન બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. મોદી સરકાર વર્તમાન સત્રમાં, સંસદમાં આ બિલ રજૂ કરી શકે છે. રામનાથ કોવિંદ સમિતિએ, ગત એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા માર્ચમાં સરકારને પોતાની ભલામણો સુપરત કરી હતી.

સંસદમાં કોઈ સાંસદ કેટલા રૂપિયા સાથે લઈ જઈ શકે છે ? જાણો શું છે નિયમ

સંસદમાં 5 ડિસેમ્બરે ગૃહની કાર્યવાહી સમાપ્ત થઈ ત્યારે સીટ નંબર 222 પર નોટોનું બંડલ મળ્યું હતું. આ સીટ કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે. ત્યારે સંસદમાં કોઈ સાંસદ કેટલા રૂપિયા સાથે લઈ જઈ શકે છે તેમજ કઈ વસ્તુઓને સંસદમાં લઈ જવા પર પ્રતિબંધ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

g clip-path="url(#clip0_868_265)">