AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્ર સરકારમાં અમરેલી જિલ્લાના રોડ, રેલવે, ખાતર સહીતના પડતર પ્રશ્નોએ ધારાસભ્યો-સાંસદે કરી સામૂહિક રજૂઆત, જુઓ ફોટા

અમરેલી જિલ્લામાંથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો અને અમરેલી જિલ્લાના સાંસદે, દિલ્હીમાં ખાતર, હાઇવે, રેલવે સહિતના પડતર પ્રશ્નો અને વિકાસલક્ષી કાર્યોને લગતા મહત્વના મુદ્દાઓ પર કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક યોજીને ઉકેલવા માટે રજૂઆત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2025 | 7:20 PM
Share
​અમરેલી જિલ્લાને વિકાસ માટેના વિવિધ પ્રશ્નો માટે સાંસદ અને ધારાસભ્યોની ટીમ દિલ્હી ખાતે રજૂઆત માટે પહોંચી હતી.  જેમાં ખાસ કરીને ખેતીવાડી માટે અતિઆવશ્યક DAP ખાતરના પુરવઠા વિષયે રાસાયણિક ખાતર મંત્રી તેમજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

1 / 5
 અમરેલી જિલ્લા રાષ્ટ્રીય ધોરી માર્ગોની સ્થિતિ સુધારવા અંગે કેન્દ્રીય માર્ગ-મહેસૂલ મંત્રી નીતિન ગડકરી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી .જેમાં ખાસ કરીને બાઢડા-ગાવાકડા નેશનલ હાઇવેને ચાર માર્ગીય બનાવવાની, અમરેલી-બાબરા, ચાવંડ-લાઠી-અમરેલી, તથા અમરેલી શહેર બાયપાસ (લાઠી રોડ સર્કલથી રાધેશ્યામ સર્કલ સુધી) માર્ગોના વિકાસ માટે દ્રઢ રજૂઆત કરાઈ. ઉપરાંત, ધારી અને ચલાલા શહેર વચ્ચેના માર્ગોને પણ 4 ટ્રેક કરવા અંગે ચર્ચા કરવામાં આવી.

2 / 5
અમરેલી જિલ્લાના રેલવે સંબંધિત પ્રશ્નો જેવા કે, સાવરકુંડલા-અમરેલી તથા ધારી-વિસાવદર રેલવે લાઈનોને લઈને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ચર્ચા કરવામાં આવી. વિસ્તૃત માહિતી અને જરૂરિયાતો માટે મંત્રીને રજૂઆત કરી પ્રશ્નોના નિકાલ માટે સહકાર મેળવાયો હોવાનો દાવો અમરેલી જિલ્લાના ધારાસભ્યો અને સાંસદે કર્યો છે.

3 / 5
ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને મનસુખભાઈ માંડવીયા સાથે પણ અમરેલીના ધારાસભ્યો અને સાંસદે  બેઠક યોજીને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંત્રીઓ સમક્ષ જરૂરી સૂચનો કરીને માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું.

4 / 5
અમરેલી જિલ્લાના વિકાસને લગતા કેન્દ્રમાં પડતર તમામ પ્રશ્નોએ અમરેલી જિલ્લાના લોકોને વધુ સુવિધા, વિસ્તૃત કનેક્ટિવિટી અને ખેડૂતોને તાત્કાલિક મદદ મળી રહે એ તેવા શુભ હેતુથી મકમતા પૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે. કેન્દ્રના વિવિધ મંત્રીઓ સમક્ષ અમરેલી જિલ્લાના પડતર પ્રશ્નો અને વિકાસલક્ષી કાર્યો અંગે અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરીયા, નાયબ દંડક અને ધારાસભ્યો કૌશિક વેકરિયા, મહેશભાઈ કસવાળા, હીરાભાઈ સોલંકી, જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા અને જિલ્લા ભાજપા અધ્યક્ષ  અતુલભાઈ કાનાણીએ રજૂઆતો કરી હતી.

5 / 5

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

g clip-path="url(#clip0_868_265)">