અમદાવાદ રિવરફ્રન્ટ પર દેશ-દુનિયાના માસ્ટર શેફની વાનગી અને રજવાડી ભોજનનો ઠાઠ, જુઓ તસવીર
અમદાવાદના આંગણે યોજાઈ રહેલાં આ ફૂડ ફેસ્ટિલમાં દેશ વિદેશના ખ્યાતનામ કુકીંગ એક્સપર્ટ, માસ્ટર શેફ અમદાવાદના મહેમાન બન્યા છે. દક્ષિણ એશિયાના કુકીંગ વારસાની ઉજવણીના મંચ તરીકે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

Food for Thought Festival: રિવરફ્રન્ટ પર દેશ-દુનિયાના માસ્ટર શેફની વાનગી અને રજવાડી ભોજનનો ઠાઠ માટે કાર્યક્રમ યહોજયો હતો જેમાં માત્ર 50 રૂપિયા એન્ટ્રી મળતી હતી.

AMC દ્વારા આયોજિત સાબરમતી રિવરફ્રંટ ખાતે ચાલી રહેલા 'ફૂડ ફોર થૉટ' ને પહેલા 2 દિવસ લોકોનો સારો પ્રતિસાદ મળ્યો.

રિવરફ્રંટ ઈવેન્ટ સેંટર પર ચાલી રહેલા આ ફેસ્ટમાં લોકોની અવર જવર ખૂબ મોટા પાયે રહી. આ ફેસ્ટ માં ફૂડ સ્ટોલ્સ સાથે ત્રણ ખાસ ડોમ તૈયાર કરાયા છે. જેમાં રોયલ પવેલિયન, વેલનેસ પવેલિયન એંડ સ્પિરિટૂયલ પવેલિયનનો સમાવેશ છે.

આ ફેસ્ટમાં પેનલ ડીસકશનનું પણ આયોજન થયું હતું. ચર્ચામાં બરોડાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પણ હાજર રહ્યા હતા.

તેણીએ વડોદરામાં તેના કેફે 'ગજરા કાફે'નું ઉદાહરણ આપીને લિંગ સમાનતા પરની ચર્ચા પર ભાર મૂક્યો હતો, જે સંપૂર્ણપણે ટ્રાન્સજેન્ડર અને LGBTQ સમુદાય દ્વારા ચલાવવામાં આવે છે. આ કાફેનો ઉદ્દેશ્ય તમામ માટે લિંગ ભેદભાવ અને સમાનતાને તટસ્થ કરવાનો છે.

































































