સાબરમતી રિવરફ્રન્ટ
સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે વિકસિત થયેલો વિસ્તાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સાબરમતી નદી જે કોરી કટ રહેતી હતી તેને પાણીથી ભરાયેલી રાખવા માટે ખાસ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો.
સાબરમતી નદી સદીઓથી અમદાવાદ શહેરની જીવાદોરી સમાન છે. જ્યારે 2005માં શહેરમાં શહેરી પરિવર્તન થયું ત્યારે સાબરમતી નદીને મહત્વ આપવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટને અમદાવાદના એક અભિન્ન ભાગ તરીકે વિકસાવવામાં આવ્યો હતો.
2014 પછી તેને સામાન્ય નાગરિકો માટે ક્રમશઃ ખુલ્લો મૂકવામાં આવ્યો અને સાથે-સાથે અન્ય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું. હાલના સમયમાં અમદાવાદ સહિત વિવિધ રાજ્યોના લોકો મોટી સંખ્યામાં અહીં મુલાકાતે પહોંચે છે.