Mahindra Thar Roxxના સૌથી સસ્તા મોડેલને લોન પર ખરીદવા માટે કેટલી ચૂકવવી પડશે EMI ?
મહિન્દ્રા થાર ભારતીય બજારમાં વેચાતી સૌથી ફેમસ SUV પૈકીની એક છે. ગયા વર્ષે 2024માં આ કારનું 5-Door મોડેલ બજારમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. મહિન્દ્રા થારના આ નવા વર્ઝનને પણ લોકો પસંદ કરી રહ્યા છે. ત્યારે જો તમે Mahindra Thar Roxxના સૌથી સસ્તા મોડેલને લોન પર ખરીદવા માટે કેટલી EMI ચૂકવવી પડશે, તેના વિશે આ લેખમાં જાણીશું.

મહિન્દ્રા થાર ભારતીય બજારમાં વેચાતી સૌથી ફેમસ SUV પૈકીની એક છે. ગયા વર્ષે 2024માં આ કારનું 5-Door મોડેલ બજારમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. મહિન્દ્રા થારના આ નવા વર્ઝનને પણ લોકો પસંદ કરી રહ્યા છે.

આ SUV બજારમાં પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. મહિન્દ્રા થાર રોક્સની કિંમત 12.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 23.09 લાખ રૂપિયા સુધી જાય છે. આ મહિન્દ્રા કાર તમે લોન પર પણ ખરીદી શકો છો.

મહિન્દ્રા થાર રોક્સનું સૌથી સસ્તું મોડેલ MX1 RWD (પેટ્રોલ) છે. થાર રોક્સના આ વેરિઅન્ટની કિંમત અમદાવાદમાં 12.99 લાખ રૂપિયા છે.આ SUV ખરીદવા માટે તમારે 1.30 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ તરીકે જમા કરાવવા પડશે. જ્યારે 11.69 લાખ રૂપિયાની લોન મળી જશે.

આ મહિન્દ્રા કાર ખરીદવા માટે જો તમે ચાર વર્ષ માટે 11.69 લાખ રૂપિયાની લોન લો છો અને બેંક આ લોન પર 9 ટકા વ્યાજ વસૂલ કરે છે, તો તમારે દર મહિને લગભગ 29 હજાર રૂપિયાની EMI ભરવી પડશે.

જો આ કાર ખરીદવા માટે આજ રકમ પર પાંચ વર્ષ માટે લોન લેવામાં આવે છે, તો દર મહિને 9 ટકાના વ્યાજે EMI તરીકે 24,300 રૂપિયા જમા કરાવવા પડશે.

મહિન્દ્રા થાર રોક્સ કાર લોન લેતા પહેલા બેંકની બધી પોલિસીઓ વિશે માહિતી મેળવવી જરૂરી છે. બેંકોની નીતિના આધારે આ આંકડાઓમાં તફાવત હોઈ શકે છે. તેમજ લોનની રકમ તમારા ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે.
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

































































