MahaShivratri Special Recipe : શિવરાત્રી પર બનાવો ફરાળી પેટીસ, એક વાર ખાશો હંમેશા યાદ કરશો
મહાશિવરાત્રીના દિવસે મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં બજારમાં મળતા અને ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક આલુ ટિક્કી સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

મહાશિવરાત્રી પર ઘરે ફરાળી ટિક્કી બનાવવા માટે સિંઘોડાનો લોટ, બાફેલા બટાકા, સીંગદાણા, કાળું મીઠું, કાળા મરી પાઉડર, ઝીણી કાપેલી કોથમરી, લીલા મરચા, શેકેલું જીરું, દેશી ઘી સહિતની સામગ્રીની જરુરત પડશે.

ફરાળી આલુ ટિક્કી બનાવવા માટે સૌથી પહેલા બટાકાને ધોઈને પછી કુકરમાં બાફી લો. બટાકા બફાઈ જાય ત્યાર બાદ તેને ઠંડા થવા દો. આ બાદ બટાકાની છાલને કાઢી લો. તેને હવે મેશ કરી લો.

હવે મેશ કરેલા બટાકામાં ફરાળી લોટ, ઝીણા કાપેલા મરચા, કોથમીર, આદુ-મરચાની પેસ્ટ, શિંઘોડાનો લોટ, કાળુ મીઠું, મરી પાઉડર અને ક્રશ કરેલા સીંગદાણા, લીંબુનો રસ, થોડીક સાકર સહિતની વસ્તુઓ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

હવે આ તમામ સામગ્રીને મિક્સ કરી નાના ગોળાકાર બનાવી લો.ગોળા બનાવતા સમયે ધ્યાન રાખો કે ગોળામાં ક્રેક ન હોવી જોઈએ. ત્યાર પછી તમે બંન્ને હાથ વડે પેટીસ ચપટા બનાવી લો.

તમે એક પેનમાં ઘી અથવા તેલ લો. તેમાં પેટીસને બરાબર બંન્ને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તેને બરાબર શેકી લો. હવે તૈયાર કરેલી ટિક્કીને એક પ્લેટમાં કાઢી લીલી ચટણી સાથે સર્વ કરો. તમે ઈચ્છો તો તમે શકરિયા, સુરણ અથવા રતાળામાંથી પણ આ પેટીસ બનાવી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
