રાહુલ ગાંધી રાયબરેલીથી મોટા અંતરથી જીત મેળવી, ભાજપના ઉમેદવારને ત્રણ લાખ 90 હજાર મતોથી પરાજય થયો
યુપીની સૌથી ચર્ચિત લોકસભા સીટમાંથી એક રાયબરેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટા અંતરથી જીત મેળવી છે. તેમણે ભાજપના દિનેશ પ્રતાપ સિંહને મોટા અંતરથી હાર આપી છે.

રાહુલને મતગણતરીમાં આગળ જોતા દિનેશ પ્રતાપ સિંહે મતગણતરી પહેલા જ હાર સ્વીકારી લીધી હતી. તેમણે સોશિયલલ મીડિયા પર રાયબરેલીના લોકોનો આભાર પણ માન્યો હતો.

આ વખતે રાહુલ ગાંધી બે લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા. રાહુલ યુપીની રાયબરેલી અને કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. સૌની નજર રાયબરેલીની સીટ પર હતી. જ્યાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મેદાનમાં હતા. તેની સામે ભાજપના દિનેશ પ્રતાપ સિંહ હતા. જે યોગી સરકારમાં મંત્રી પણ છે.

2019ની ચૂંટણીમાં દિનેશ પ્રતાપને રાયબરેલીમાં સોનિયા ગાંધીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ વખતે તેનો સામનો રાહુલ ગાંધી સામે હતો. તેમણે પરિણામ પહેલા જ હાર સ્વીકારી લીધી હતી.

આ વખતે રાહુલ ગાંધી કેરળના વાયનાડ અને યુપીના રાયબરેલીથી ચૂંટણી લડ્યા હતા. તેમણે બંને બેઠકો જીતી હતી.રાહુલ ગાંધી રાયબરેલીથી રેકોર્ડ સંખ્યામાં મતોથી જીત્યા છે. કહી શકાય કે, રાયબરેલીની સીટ ફરી એક વખત કોંગ્રેસને ફળી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોટા અંતરથી જીત મેળવી છે.

રાયબરેલીમાં જીત બાદ રાહુલ ગાંધીએ એખ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, અમે માત્ર ભાજપ સામે ચૂંટણી લડી નથી. અમે હિન્દુસ્તાનની તમામ સંસ્થાઓ વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા હતા. અમારી લડાઈ સંવિધાન બચાવવાની હતી.






































































