Lok Sabha Elections 2024 : છેલ્લા 5 વર્ષમાં રાહુલ ગાંધીની આવક કેટલી વધી-ઘટી, જાણો 2018થી 23 સુધીની કમાણી વિશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે વાયનાડ સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેમણે પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો. સાથે આપણે એ પણ જાણી લઈએ કે, છેલ્લા 5 વર્ષમાં રાહુલ ગાંધીની કમાણી કેટલી છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીને લઈ કેરળની વાયનાડ સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં તેમણે એફિડેવિટ પણ રજુ કરી છે. આ એફિડેવિટમાં તેમના બેંકમાં કેટલા રુપિયા ડિપોઝિટ છે. તેના હાથમાં કેટલા રુપિયા છે. તે તમામ માહિતીઓ આપેલી છે. સાથે તેના છેલ્લા 5 વર્ષમાં આવક કેટલી થઈ તે પણ માહિતી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. તો આજે આપણે જાણીશું કે, રાહુલ ગાંધીએ છેલ્લા 5 વર્ષમાં કેટલી કમાણી કરી છે.2018ની સરખામણીએ 2023માં કેટલી વધી ધટી તેના પર નજર કરીએ.

ચૂંટણી પંચ સમક્ષ રજુ કરાયેલા એફિડેવિટ મુજબ નાણાકીય વર્ષ 2022-23માં રાહુલ ગાંધીની વાર્ષિક આવક 1,02,78,680 રૂપિયા હતી, જ્યારે વર્ષ 2021-22માં રાહુલની આવક 1,31,04,970 કરોડ રૂપિયા હતી. તો વર્ષ 2020-21માં તેમની આવક 1,29,31,110 હતી. તેમજ વર્ષ 2019-20માં આવક 1,21,54,470 હતી. અને વર્ષ 2018-19માં 1,20,37,700 હતી.

એફિડેવિટમાં મુજબ રાહુલ ગાંધીની કુલ સંપત્તિ 20 કરોડ રુપિયાથી વધુ છે. જે ગત્ત ચૂંટણી કરતા 5 કરોડ વધારે છે. ગત્ત લોકસભા ચૂંટણીમાં એટલે કે, 2019માં તેની કુલ સંપત્તિ 14 કરોડથી વધુ હતી. (All Photo : PTI)

આપણે એફિડેવિટ પર નજર કરીએ તો રાહુલ ગાંધીની વર્ષ 2018-19માં આવક 1,20,37,700 હતી, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં રાહુલ ગાંધીની વાર્ષિક આવક 1,02,78,680 રૂપિયા છે. એટલે કે, આવક 18 લાખ ઓછી થઈ છે.

તમને જણાવી દઈએ કે, આ તમામ માહિતી વિશે અમે કાંઈ કહી રહ્યા નથી. પરંતુ Election Commissionની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ રાહુલ ગાંધીની એફિડેવિટ અનુસાર તમામ માહિતી આપવામાં આવેલી છે.

































































