એલઆઈસી
ભારતીય જીવન વીમા નિગમ દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની છે. LICની પહોંચ દેશના દૂરના ગામડાઓ સુધી વિસ્તરી છે. એલઆઈસીની સ્થાપના વર્ષ 1956માં થઈ હતી. તેનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે. ભારતીય જીવન વીમા નિગમની 9 ઝોનલ કચેરીઓ અને 101 વિભાગીય કચેરીઓ ભારતના જુદા-જુદા રાજ્યમાં આવેલી છે.
દેશભરના વિવિધ શહેરોમાં તેની 2000 થી વધારે ઓફિસ કાર્યરત છે. LICના દેશભરમાં 10 લાખથી વધારે એજન્ટ છે. તેની માલિકી ભારત સરકારની છે. ભારતીય જીવન વીમા નિગમ દર વર્ષે લાખો નોકરીઓનું સર્જન કરે છે.