કાનુની સવાલ : પતિની ગર્લફ્રેન્ડ સામે પત્ની ઘરેલું હિંસાની ફરિયાદ કરી શકે, જાણો
એક મહિલા પોતાની પતિની ગર્લફ્રેન્ડ પર પતિના અફેરને લઈ કેસ કરી શકે, જો પતિ પત્નીનું શારીરિક, માનસિક, ભાવનાત્મક અથવા જાતીય શોષણ કરે છે, તો પત્ની ઘરેલુ હિંસા કાયદા હેઠળ કેસ દાખલ કરી શકે છે.

ઘરેલુ હિંસા અધિનિયમ, 2005 શું કહે છે? ચાલો જાણીએ ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ કાયદો, 2005" નો ઉદ્દેશ્ય મહિલાઓને ઘરેલુ હિંસાથી રક્ષણ આપવાનો છે. આ કાયદા હેઠળ "ઘરેલું સંબંધ" (domestic relationship) એક મહત્વપૂર્ણ આધાર છે.

શું આ કાયદો પતિની ગર્લફ્રેન્ડ પર લાગુ થઈ શકે છે? તો તેનો જવાબ છે નહી. કારણ કે,આ કાયદો માત્ર એવા વ્યક્તિઓને લાગુ પડે છે જેઓ ઘરેલુ સંબંધોમાં હોય. જેમ કે લગ્ન, લિવ-ઇન અથવા લોહીના સંબંધોમાં.

પત્નીને તેના પતિની ગર્લફ્રેન્ડ સાથે કોઈ "ઘરેલું સંબંધ" માનવામાં આવતું નથી, તેથી આ કાયદો તેને સીધો લાગુ પડતો નથી.

પરંતુ કેટલાક કિસ્સાઓમાં અપવાદો હોઈ શકે છે.જો પ્રેમિકા પતિની સાથે મળી પત્ની પર માનસિક,ભાવનાત્મક કે પછી શારીરિક હિંસા કરે છે અને સમાન ઘર(shared household) માં રહે છે, તો કેટલાક કિસ્સાઓમાં કોર્ટ પ્રેમિકાને પણ જવાબદાર ઠેરવી શકે છે.

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે કેટલાક કેસોમાં એવું ઠરાવ્યું છે કે, જો પત્ની અને ગર્લફ્રેન્ડ એક જ ઘરમાં રહે છે અને પત્નીને હેરાન કરવામાં આવે છે, તો ગર્લફ્રેન્ડ સામે પણ કાર્યવાહી થઈ શકે છે પરંતુ આ કેસ-ટુ-કેસ આધારિત હોય છે.

કલમ 498A મુજબ, પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા પરિણીત સ્ત્રી પર ક્રૂરતા અથવા ઉત્પીડન કરવું એ ગુનો છે, જેના માટે ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડની સજા છે. પરંતુ જો અરજદાર મહિલાના પતિનો સગો ન હોય, તો કલમ 498A લાગુ પડશે નહીં.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
