કાનુની સવાલ: પાસપોર્ટ પહેલાં પોલીસ વેરિફિકેશન ફરજિયાત કેમ ? જાણો તેની પાછળનું કારણ અને કાયદાકીય પ્રક્રિયા
ભારતની બહાર કોઈએ વિદેશમાં ફરવા જવું હોય કે, ઓફિસના કામકાજ માટે કે ત્યાં થોડો ટાઈમ રહેવા જવું હોય તો પાસપોર્ટની જરુર પડે છે. આ પાસપોર્ટની પ્રક્રિયા બહુ જ લિગલ રીતે કરવામાં આવે છે. તેમાં પોલીસ વેરિફિકેશન પણ જરુરી હોય છે. તો જાણો કે શા માટે આ જરુરી છે.

પાસપોર્ટ માટે અરજી કર્યા બાદ અરજદારનો રહેઠાણ સરનામું અને વ્યક્તિગત માહિતીની ચકાસણી માટે પોલીસ વિભાગને અરજી મોકલવામાં આવે છે. પોલીસ અધિકારી અરજદારના સરનામે જઈને તપાસ કરે છે કે વ્યક્તિ ખરેખર ત્યાં રહે છે કે નહીં અને તેની સામે કોઈ ગુનો કે કેસ તો બાકી નથી ને.

પોલીસ વેરિફિકેશન ફરજિયાત કેમ છે?: સરકાર માટે નાગરિકની ઓળખ અને વિશ્વસનીયતા ચકાસવી અતિ આવશ્યક છે. ખાસ કરીને પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટ્સ માટે જે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપે છે. આ ચકાસણી અમુક કારણોસર ફરજિયાત છે. જે અહીંયા આપવામાં આવી છે.

રાષ્ટ્રીય સુરક્ષા માટે: કોઈ વ્યક્તિ વિદેશમાં જઈને ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરે તે માટે તેની બેક ગ્રાઉન્ડ ચેક કરવું જરૂરી છે. ફેક પાસપોર્ટથી બચાવ: પોલીસ વેરિફિકેશન વગર પાસપોર્ટ આપવાથી ખોટી ઓળખવાળા લોકો ફાયદો લઈ શકે છે. કાયદાકીય રેકોર્ડ ચકાસવા: અરજદાર સામે કોઈ ગુનાહિત કેસ, વોરંટ અથવા દંડ બાકી નથી તે ખાતરી કરવા માટે.

કઈ રીતે થાય છે પોલીસ વેરિફિકેશન?: પાસપોર્ટ માટે ઑનલાઇન અરજી કર્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એટલે કે નજીકના પોલીસ સ્ટેશનમાં ફાઈલ મોકલવામાં આવે છે. પોલીસ અધિકારી તમારા ઘેર આવી દસ્તાવેજો ચકાસે છે. તમારા પડોશીઓ પાસેથી પણ માહિતી લેવામાં આવે છે કે તમે ખરેખર ત્યાં રહે છો કે નહીં. ચકાસણી પૂર્ણ થયા પછી રિપોર્ટ પાસપોર્ટ ઓફિસમાં મોકલવામાં આવે છે.

કેટલા પ્રકારની વેરિફિકેશન થાય છે?: Pre-verification: પાસપોર્ટ આપતા પહેલાં તપાસ થાય છે (સામાન્ય રીતે પ્રથમ વખત અરજી કરતી વખતે). Post-verification: તાત્કાલિક પાસપોર્ટ માટે અરજી કરવામાં આવે ત્યારે પછીથી તપાસ થાય છે.

પોલીસ વેરિફિકેશન એ માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પણ દેશની સુરક્ષા માટેનો મહત્વપૂર્ણ પગલું છે. આથી ખાતરી થાય છે કે પાસપોર્ટ ફક્ત સાચા અને વિશ્વસનીય નાગરિકને જ મળે. તેથી પાસપોર્ટ બનાવતી વખતે પોલીસ ચેક કરવા આવે ત્યારે સહકાર આપવો એ દરેક નાગરિકનો ફરજિયાત ભાગ છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(Image Credit: AI Whisk Photo)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
