કાનુની સવાલ : શું ભારતમાં દેહવ્યાપાર કાયદેસર છે? જાણો તેના કાનુન શું છે
2 જૂનના દિવસે આંતરાષ્ટ્રીય સેક્સ વર્કર્સ ડે તરીકે મનાવવામાં આવે છે. એક સત્તાવાર અંદાજ મુજબ ભારતમાં 12,00,000 થી વધુ લોકો દેહ વેપાર સાથે જોડાયેલા હોવાનો અંદાજ છે. આ લોકો તેમના વ્યવસાય અને સતત હેરફેરને કારણે ભેદભાવ અને હિંસાનો સામનો કરતા રહે છે. તો ચાલો જાણીએ ભારતમાં દેહવ્યાપરને લઈ શું કાયદા છે.

ભારતમાં દેહવ્યાપાર કાયદેસર છે, પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ હજુ પણ ગેરકાયદેસર છે, જેમ કે શેરીમાં દેહવ્યાપાર , દલાલી, વેશ્યાગૃહની માલિકી અથવા સંચાલન, બાળ દેહવ્યપાર, દલાલી વગેરે.

ભારતમાં દેહ વ્યાપાર સંપૂર્ણ રીતે ગેરકાનુની નથી પરંતુ તેના કેટલાક પાસાં ગેરકાયદેસર છે.ચાલો આ વિષયને સમજવા માટે થોડી વધુ વિગતો જોઈએ.સૌથી પહેલા ભારતમાં દેહ વ્યાપાર સાથે જોડાયેલા કાનુન જોઈએ તો.ભારતમાં દેહવ્યાપારને નિયંત્રિત કરતો મુખ્ય કાયદો છે,“Immoral Traffic (Prevention) Act – ITPA, 1956” પહેલા આને ( Suppression of Immoral Traffic in Women and Girls Act ) કહેવામાં આવતું હતુ.

કાયદેસર શું છે તેના વિશે વાત કરીએ તો. કોઈ વ્યક્તિને સ્વંયની ઈચ્છાથી દેહવ્યાપાર કરવો ગેરકાયદેસર નથી.જો પુખ્ત વ્યક્તિઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી આ કામ કરે છે અને તેમને આમ કરવા માટે દબાણ કરવામાં આવતું નથી, તો કાયદો તેને સીધી રીતે અટકાવતો નથી.

ગેરકાયદેસર શું છે તેના વિશે આપણે વાત કરીએ તો. ITPA અનુસાર આ ગતિવિધિઓ ગેરકાયદેસર છે. દેહ વ્યાપાર માટે દલાલી કે કોઈને આ દેહવ્યપારમાં લાવવા તેમજ દેહવ્યાપાર ચલાવવો કે પછી આખો દેહવ્યાપારનો ધંધો ચલાવવો.

સાર્વજનિક સ્થળો પર ગ્રાહકોને બોલાવવા કોઈને બળજબરીથી આ ધંધામાં લાવવા, આ કામમાં દબાણ કરવું અથવા છેતરવું. સગીરોને દેહવ્યાપારમાં સામેલ કરવી ગેરકાયદેસર છે.

સાર્વજનિક સ્થળો પર ગ્રાહકોને બોલાવવા કોઈને બળજબરીથી આ ધંધામાં લાવવા, આ કામમાં દબાણ કરવું અથવા છેતરવું. સગીરોને દેહવ્યાપારમાં સામેલ કરવી ગેરકાયદેસર છે.

દેહવ્યાપાર ગેરકાયદેસર નથી. પરંતુ તેને લગતી પ્રવૃત્તિઓ જેમ કે દલાલી કરવી, દેહવ્યાપારનું આખું નેટવર્ક ચલાવવું અને જાહેરમાં લોકોને બોલાવવા ગેરકાયદેસર છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
