કાનુની સવાલ : શું બાળકને દત્તક લેનારી માતાને મેટરનિટીનો લાભ મળે ? જાણો વિસ્તારથી
જો કોઈ મહિલા 3 મહિનાથી નાના બાળકને દત્તક લે છે. તો તેને 12 અઠવાડિયાની મેટરનિટી રજા મળી શકે છે. તેમજ દત્તક લેનાર બાળકની ઉંમર 3 મહિનાથી ઓછી હોવી જોઈએ.

મેટરનિટી રજા એ એક એવી રજા છે જે ગર્ભવતી મહિલાઓને બાળકને જન્મ આપ્યા પછી અને બાળકની સંભાળ રાખવા માટે આપવામાં આવે છે.

ભારતમાં, મહિલાઓને તેમના પહેલા બે બાળકો માટે 26 અઠવાડિયા (લગભગ 6 મહિના) ની મેટરનિટી રજા મળે છે,ત્રીજા બાળક માટે, આ રજા 12 અઠવાડિયાની હોય છે. ત્યારે મહિલાઓના મનમાં એક પ્રશ્ન થાય છે કે, દત્તક લેનાર બાળકની માતાને કેટલી મેટરનિટી રજા મળે છે. ચાલો વિસ્તારથી જાણીએ.

આ મેટરનિટી રજાનો સમયગાળો બાળકને દત્તક લીધાની તારીખથી રજાનો સમયગાળો 12 અઠવાડિયાનો હોય છે.આ જોગવાઈનો હેતુ દત્તક માતાઓને બાળકની સંભાળ અને ઉછેર માટે હોય છે.

મેટરનિટી બેનિફિટ (સુધારા) અધિનિયમ 2017 હેઠળ બાળકને દત્તક લેનારી માતાઓને 12 અઠવાડિયાની મેટરનિટી લીવ મળે છે.આ જોગવાઈને લઈ કેટલાક કાનુની વિવાદો પણ ઉભા થઈ ચૂક્યા છે.કેટલીક અરજીઓમાં દલીલ કરવામાં આવી છે કે આ જોગવાઈ દત્તક લેતી માતાઓ સામે ભેદભાવપૂર્ણ છે, કારણ કે તે ફક્ત ત્રણ મહિનાથી ઓછી ઉંમરના બાળકોને દત્તક લેતી માતાઓને જ લાભ આપે છે.

આ પરિસ્થિતિ ત્રણ મહિનાથી વધુ ઉંમરના બાળકોને દત્તક લેવા માંગતી માતાઓ માટે સમસ્યારૂપ બની શકે છે, કારણ કે દત્તક લેવાની પ્રક્રિયામાં સમય લાગે છે અને બાળકની ઉંમર વધે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી ચૂકી છે અને કેસની સુનાવણી ચાલુ છે.

કેટલીક રાજ્ય સરકારોએ દત્તક લેનારી માતાઓ માટે વધારાના લાભો પૂરા પાડ્યા છે. કર્ણાટકમાંરાજ્ય પરિવહન નિગમે દત્તક લેનારી માતાઓ માટે 180 દિવસની મેટરનિટી રજાપૂરી પાડી છે.હિમાચલ પ્રદેશમાં રાજ્ય સરકારે દત્તક લેનારી માતાઓ માટે 6 મહિનાની મેટરનિટી રજા મંજૂર કરી છે.

જો તમે બાળકને દત્તક લેનારી માતા છો અને ત્રણ મહિનાથી ઓછી ઉંમરના બાળકને દત્તક લો છો, તો તમને 12 અઠવાડિયાની મેટરનિટી રજા મળશે. જો બાળક ત્રણ મહિનાથી વધુનું હોય, તો હાલમાં એવી કોઈ કાનૂની જોગવાઈ નથી કે જે તમને મેટરનિટી રજા આપે.

. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































