કાનુની સવાલ : શું ટ્રેનમાં દારૂ પીવો ગુનો છે ? રેલવેના કાયદાઓ વિશે જાણો
ટ્રેનમાં દારૂ પીવા વિશે ઘણીવાર ગેરસમજ હોય છે. જો કોઈ મુસાફર પોતાની સાથે દારૂ લાવે છે, તો શું તે કોચમાં તેનું સેવન કરી શકે છે. કાનૂન શું કહે છે. ચાલો તેના વિશે જાણીએ.

વિચાર કરો તમે પરિવાર સાથે મસ્ત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. અચાનક કોઈ કોચમાં દારુની પાર્ટી ચાલી રહી હોય. જોરથી અવાજ આવતો હોય. નશામાં આવેલા લોકો ધમાલ મચાવતા હોય. સ્વાભાવિક છે આનાથી અન્ય મુસાફરો મુશ્કેલીમાં આવી જાય છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક પરિવાર બાળકો સાથે મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન કેટલાક મુસાફરો ખુલ્લેઆમ દારુનું સેવન કરી રહ્યા હતા.જેનાથી પરિવાર પરેશાન હતો.

આ પરિવારે રેલવેને બોલાવી ફરિયાદ કરી હતી. આવા કેસમાં પોલીસ અથવા રેલવે સુરક્ષા બળને ફરિયાદ કરવી સુવિધાનો સવાલ નથી પરંતુ કાનુની કાર્યવાહીની શરુઆત પણ હોય શકે છે.

હવે લોકોના મનમાં એક સવાલ થાય કે, શું ટ્રેનમાં દારુ પીવો પ્રતિબંધ છે. કે નશામાં ધમાલ મચાવવી ગુનો છે. આનો જવાબ રેલવે કાયદાની કલમ 145 અને તેનાથી સંબંધિત નિયમોને સમજીને આ શોધી શકાય છે.

રેલવે કાયદાની કલમ 145 શું કહે છે. ભારતીય રેલવે કલમ 1989ની કલમ 145 ટ્રેનના ડબ્બા અથવા રેલવે પરિસરમાં નશાની હાલતમાં ધમાલ મચાવવી અથવા મુસાફરોને પરેશાન કરવા સંબંધિત છે. આ કલમનો મુખ્ય હેતું જો કોઈ વ્યક્તિ ટ્રેન અથવા રેલવે પરિસરમાં આવી પ્રવૃત્તિમાં સામેલ કોઈપણ વ્યક્તિ ગુનેગાર છે.

દારૂ પીવો, નશામાં હોવું, અથવા અપશબ્દોનો ઉપયોગ બોલવા, જેમાં કોઈપણ પ્રકારની ઉપદ્રવ, અભદ્ર વર્તન અથવા અશ્લીલ ભાષાનો સમાવેશ થાય છે, તે સજાપાત્ર ગુનો છે. સામાન્ય રીતે 500 રુપિયાથી લઈ 1,000 સુધીનો દંડ અને 6 મહિના સુધીની જેલની સજા બંને થઈ શકે છે.

આવા કેસમાં રેલવે કર્મચારી અથવા અધિકારી આવા લોકોની ટિકિટ અથવા પાસ પણ જપ્ત કરી શકે છે. આગાલા સ્ટેશન પર ઉતારી પણ શકે છે.

જો કોઈ મુસાફર રેલવે ડબ્બામાં અથવા રેલવેના કોઈપણ ભાગમાં નશાની હાલતમાં જોવા મળે, તો તેના પર કલમ 145લાગુ થઈ શકે છે. આ કાનુન મુજબ રેલવેના કર્મચારીઓ આવા વ્યક્તિને ટ્રેનમાંથી ઉતારી પણ શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
