AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકોની સેવા અને સલામતી માટે 108 ઈમરજન્સીની ટીમ સજ્જ

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકોની સેવા અને સલામતી માટે 108 ઈમરજન્સીની ટીમ સજ્જ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2026 | 3:04 PM
Share

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં આવતા 35 લાખથી વધુ યાત્રિકોની સેવા અને સલામતી માટે 108 મેડિકલ ઈમરજન્સી સેવા સંપૂર્ણપણે સજ્જ છે. 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન 16 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ છે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં અંદાજિત 35 લાખથી વધુ ભાવિકો ઉમટવાની સંભાવના છે. જેને પગલે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન સાથે 108 મેડિકલ ઈમરજન્સી સેવા પણ સજ્જ છે. અંબાજીની આસપાસ અરવલ્લીની ગીરીમાળાના વિસ્તારમાંથી આવતા પદયાત્રિકો માટે 20 થી 26 સપ્ટેમ્બર સુધીમાં 40 લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે તેવો અંદાજ છે. ત્યારે લાંબી પદયાત્રા કરીને આવતા ભક્તો માટે 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન 16 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અલગ અલગ સ્થળોએ તૈનાક કરી છે. હ્રદયરોગ, અકસ્માત, સહિતની કોઈપણ આરોગ્યલક્ષી ઈમરજન્સીમાં એક કોલ પર તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવશે.

ગત વર્ષે 1000 જેટલા યાત્રિકોને ઈમરજન્સી સેવાનો લાભ મળ્યો હતો. આ વર્ષે યાત્રિકોની સંખ્યા વધવાની શક્યતાને પગલે એમ્બ્યુલન્સની સંખ્યા પણ વધારવામાં આવી છે. મેળા દરમિયાન જો કોઈ સ્વાસ્થ્યને લગતી ઈમરજન્સી ઉભી થાય તો 108 સેવા દ્વારા ઝડપી સારવાર આપવામા આવશે. આ માટે 108ની ટીમો સંપૂર્ણપણે સજ્જ છે.

Input Credit- Atul Trivedi- Banaskantha

પિતૃદોષ કેટલા વર્ષ સુધી ચાલે છે? જાણો તેને દૂર કરવાની યોગ્ય વિધિ અને ઉપાયો

 

Published on: Sep 20, 2026 02:39 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">