AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા, ધોળા દિવસે સાવજના આંટાફેરાનો વીડિયો વાયરલ

Viral Video: Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા, ધોળા દિવસે સાવજના આંટાફેરાનો વીડિયો વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2026 | 3:26 PM
Share

ગીર સોમનાથના તાલાળાના રમરેચી ગામ નજીક મધુવન રિસોર્ટમાં સિંહની એન્ટ્રી થઈ છે. ધોળા દિવસે ડાલામથ્થો રિસોર્ટ નજીક લટાર લગાવતો જોવા મળ્યો. સિંહના આટાંફેરાના દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે.

ગીર સોમનાથના તાલાળાના રમરેચી ગામમાં સિંહની લટારના દૃશ્યો સામે આવ્યા છે. શિકારની શોધમાં વનરાજા મધુવન રિસોર્ટ નજીક આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. ધોળા દિવસે સિંહના આંટાફેરાના આ દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.સિંહના આંટાફેરાનો આ વીડિયો કોઈએ તેના મોબાઈલમાં લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જો કે ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી સહિતના જિલ્લાઓ એશિયાટિક સિંહોનું ગઢ કહેવાય છે. અહીં સિંહોનો વસવાટ છે અને તેમને અહીંનું વાતાવરણ માફક આવી ગયુ છે.

હાલ ચોમાસુ ચાલી રહ્યુ છે અને સિંહોનું વેકેશન પણ ચાલી રહ્યુ છે. હાલ સિંહ દર્શન બંધ છે. ત્યારે જંગલમાં ભેજ અને ગરમીને કારણે વનરાજા બહાર ખૂલ્લામાં નીકળી પડે છે. તો ક્યારેક શિકારની શોધમાં પણ તેઓ ગામમાં આવી ચડે છે. આ જ પ્રકારે આ વનરાજા શિકારની શોધમાં રિસોર્ટ બાજુ લટાર મારી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા પણ ગીર ગઢડાનો એક વીડિયો સામે આવ્યો હતો. જ્યાં રસ્તા પર અચાનક સિંહ આવી ચડ્યો હતો અને એ જ સમયે બે બાઈકચાલક પસાર થઈ રહ્યા હતા. જો કે વનરાજાએ તેમને કંઈ હાની પહોંચાડ્યા વિના તેમની મસ્તીમાં જ ત્યાંથી ચાલી નીકળ્યા હતા.

પિતૃદોષ કેટલા વર્ષ સુધી ચાલે છે? જાણો તેને દૂર કરવાની યોગ્ય વિધિ અને ઉપાયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">