AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News  : જૂનાગઢની નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો, જુઓ Video

Breaking News : જૂનાગઢની નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો, જુઓ Video

| Updated on: Sep 20, 2026 | 1:27 PM
Share

જૂનાગઢની નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો હોવાની વિગતો સામે આવી રહી છે.ચાલુ ક્લાસે સિંહ દર્શન થતાં વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. વન્યજીવોની અવરજવર વધતાં યુનિ. તંત્ર એલર્ટ થયું છે.

જૂનાગઢ શહેરમાં આવેલી નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.લોકોની અવરજવર વચ્ચે સિંહ મિજબાની માણતો જોવા મળ્યો હતો. ચાલુ ક્લાસે સિંહ દર્શન થતા વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.સંકુલમાં વન્યજીવોની અવરજવર વધતાં યુનિ. તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. યુનિ.એ પરિપત્ર જાહેર કરી વિદ્યાર્થીઓ અને સ્ટાફને સતર્ક કર્યા છે.

નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો

વન્યજીવોની અવરજવરને ધ્યાને લઈ ચેતવણી જાહેર કરાઈ છે. જંગલ તરફ જવાના રસ્તે ન જવા તમામ વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે.વનસંરક્ષણ કાયદા અંગે જાગૃત કરવાની દિશામાં લેવાયા પગલાં, ઈમરજન્સી માટે જંગલ ખાતાના નંબર પણ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અવાર-નવાર ગિરનાર તેમજ થોડા દિવસ પહેલા ઉપરકોટમાં દીપડો દેખાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા.

ધોળા દિવસે સિંહે દેખાયો

તમને જણાવી દઈએ કે, નરસિંહ મહેતા યુનિવર્સિટીનું સંકુલ ગિરનાર જંગલની બોર્ડર પર આવેલું છે. જ્યાં ગુરુવારે ધોળા દિવસે સિંહે દેખાયો હતો. વિદ્યાર્થીઓમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો. ત્યારે સંકુલ નજીક વન્યજીવોની અવરજવબર વધતાં હવે યુનિ દ્વારા પરિપત્ર જાહેર કરી તમામને સતર્ક કરવામાં આવ્યા છે. યુનિ.એ જાહેર કરેલ પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓ અને સ્ટાફે માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી રહેશે. તમામને વન્યજીવો સામે સાવચેતી રાખવાની અપીલ કરાઈ છે. સાથે મહત્વના નિર્દેશો આપવામાં આવ્યા છે.

 

Breaking News : મુંબઈમાં ગંભીર અકસ્માત BMW કાર પુલ પરથી નીચે પડતા 3ના મોત, મૃતક વિદ્યાર્થીઓ મૂળ અમદાવાદના અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">