Asian Games Breaking: શેફાલી વર્માનું 49 બોલમાં ઐતિહાસિક તોફાન; એશિયન ગેમ્સમાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા બની
એશિયન ગેમ્સ 2026ની સેમિફાઇનલમાં ભારતીય સ્ટાર બેટ્સમેન શેફાલી વર્માએ બાંગ્લાદેશના બોલરોની બરાબરની ધોલાઈ કરીને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. સિક્સરોની રમઝટ બોલાવીને તેણે કેવી રીતે સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતના દબદબાવાળા રેકોર્ડ ધ્વસ્ત કર્યા?

એશિયન ગેમ્સ 2026ના બીજા સેમિફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર શેફાલી વર્માનું તોફાની રૂપ જોવા મળ્યું હતું. બાંગ્લાદેશ સામે 200થી વધુના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા શેફાલીએ માત્ર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને ક્રિકેટના અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.
49 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
બાંગ્લાદેશ સામેની આ કરો યા મરો જેવી સેમિફાઇનલ મેચમાં શેફાલી વર્મા અંત સુધી અણનમ રહી હતી અને માત્ર 49 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. મહિલા T20 ઇન્ટરનેશનલમાં આ તેની પ્રથમ સદી છે. આ સાથે જ તે એશિયન ગેમ્સના ઈતિહાસમાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા બેટ્સમેન બની ગઈ છે.
1️⃣0️⃣0️⃣ –
She reaches the milestone in just 4️⃣9️⃣ balls
Updates ▶️ https://t.co/zMJKYRAVhE
#TeamIndia | #AsianGames https://t.co/nEBfaU72JW
— BCCI Women (@BCCIWomen) September 20, 2026
ચોગ્ગા કરતાં ત્રણ ગણા છગ્ગા: સ્મૃતિ મંધાનાનો રેકોર્ડ ધ્વસ્ત
પોતાની આ ઐતિહાસિક ઇનિંગ્સ દરમિયાન શેફાલીએ બાઉન્ડ્રી કરતાં પણ વધુ હવાઈ શૉટ્સ ફટકાર્યા હતા. તેણે 3 ચોગ્ગા સામે પૂરા 9 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ ધમાકેદાર પ્રદર્શન સાથે તેણે મહિલા T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા મારવાના સ્મૃતિ મંધાનાના ભારતીય રેકોર્ડને પણ તોડી નાખ્યો છે. મંધાનાના નામે જ્યાં 100 સિક્સર નોંધાયેલી છે, ત્યાં શેફાલી હવે 104 સિક્સર સાથે ભારત તરફથી ટોચના સ્થાને પહોંચી ગઈ છે.
1️⃣0️⃣0️⃣ T20I sixes and a brilliant fifty
@TheShafaliVerma reaches her half-century in the most Shafali Verma way possible
Updates ▶️ https://t.co/zMJKYRAVhE
#TeamIndia | #AsianGames https://t.co/MsKZ55a3Vx
— BCCI Women (@BCCIWomen) September 20, 2026
હરમનપ્રીત કૌરના સૌથી ઝડપી સદીના રેકોર્ડની બરાબરી
માત્ર 49 બોલમાં સદી પૂરી કરીને શેફાલીએ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરના 2018ના સૌથી ઝડપી T20I સદીના ભારતીય રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હરમનપ્રીતે પણ ન્યૂઝીલેન્ડ સામે 49 બોલમાં સદી ફટકારી હતી. શેફાલી વર્માની આ આક્રમક સદીની મદદથી ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 195 રનનો જંગી સ્કોર ખડક્યો હતો.
