Breaking News : સુરતના કતારગામ વિસ્તારમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત ! જુઓ Video
સુરતના કતારગામ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગીઝરથી નીકળેલા ગેસને કારણે 15 વર્ષીય વિદ્યાર્થિનીનું ગૂંગળામણથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સુરતના કતારગામ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. કતારગામના ગુણાતીતનગર વિસ્તારમાં એક પરિવારના ઘરે ગેસ ગીઝર લગાવવામાં આવ્યું હતું. દરમિયાન વિદ્યાર્થિની બાથરૂમમાં ગઈ હતી. બાથરૂમમાં યોગ્ય એક્ઝોસ્ટ ફેનની સુવિધા ન હોવાને કારણે ગેસ બહાર ન નીકળી શક્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
ગીઝરમાંથી નીકળેલો ગેસ બાથરૂમમાં એકઠો થઈ જતાં વિદ્યાર્થિનીને ગૂંગળામણ થઈ હતી અને તે બેભાન થઈ ગઈ હતી. લાંબા સમય સુધી બાથરૂમનો દરવાજો ન ખૂલતા પરિવારજનોને શંકા ગઈ હતી.
હોસ્પિટલમાં તબીબોએ વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી
પરિવારજનોએ દરવાજો તોડીને વિદ્યાર્થિનીને બહાર કાઢી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં તબીબોએ વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી.
આ ઘટનાની જાણ થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. માત્ર 15 વર્ષની ઉંમરે વિદ્યાર્થિનીનું આ રીતે મોત થતાં સમગ્ર વિસ્તારમાં પણ અરેરાટી ફેલાઈ છે.
ગેસ ગીઝરવાળા બાથરૂમમાં એક્ઝોસ્ટની વ્યવસ્થા રાખવી મહત્વપૂર્ણ
ગેસ ગીઝરનો ઉપયોગ કરતી વખતે બાથરૂમમાં યોગ્ય વેન્ટિલેશન અને હવાની અવરજવર હોવી જરૂરી છે. ખાસ કરીને ગેસ ગીઝરવાળા બાથરૂમમાં એક્ઝોસ્ટની યોગ્ય વ્યવસ્થા રાખવી ખૂબ મહત્વપૂર્ણ છે. આ દુર્ઘટનાએ ગેસ ગીઝરના ઉપયોગ દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન કેટલું જરૂરી છે તે ફરી એકવાર સામે લાવ્યું છે.
આ પણ વાંચો, Breaking News : 4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો, ઊંઝામાં ફૂડ વિભાગના દરોડા, જુઓ Video
સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video
આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે
4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો
ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ
