Asian Games 2026 : એશિયન ગેમ્સમાં પહેલીવાર સામેલ થઈ આ નવી રમતો, જુઓ ભારત કઈ રમતોમાં રચશે ઇતિહાસ!
એશિયન ગેમ્સ 2026 માં આ વખતે કેટલીક રમતો પ્રથમવાર મેડલ સ્પોર્ટ તરીકે સામેલ થઈ રહી છે. રોઇટર્સ અને એશિયન ગેમ્સ સંબંધિત સત્તાવાર માહિતી મુજબ મિક્સ્ડ માર્શલ આર્ટ્સ, પેડલ, સર્ફિંગ, વર્ચ્યુઅલ તાઈક્વૉન્ડો અને ટેકબોલ નવી રમતો તરીકે સામેલ છે. આ સાથે એશિયન ગેમ્સમાં કુલ 43 રમતો રમાશે.

એશિયન ગેમ્સ 2026 માં આ વખતે કેટલીક રમતો પ્રથમવાર મેડલ સ્પોર્ટ તરીકે સામેલ થઈ રહી છે. આ નવી રમતોમાં ભારતની પણ ભાગ લેવાનો છે. ખાસ કરીને ટેકબોલ, સર્ફિંગ, MMA અને વર્ચ્યુઅલ તાઈક્વૉન્ડોમાં ભારતીય ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે. પેડલમાં અંતિમ ભારતીય દળની ઉપલબ્ધ યાદીમાં કોઈ ભારતીય ખેલાડીનું નામ દર્શાવવામાં આવ્યું નથી. (Image Source | PTI)

મિક્સ્ડ માર્શલ આર્ટ્સ એટલે કે MMAમાં ભારત તરફથી વરુણ સાન્યાલ અને સુચિકા તારિયાલ હૂડાની પસંદગી થઈ છે. વરુણ પુરુષોના 77 કિલોગ્રામ વર્ગમાં જ્યારે સુચિકા મહિલાઓના 60 કિલોગ્રામ વર્ગમાં રમશે. સુચિકા હરિયાણાના રોહતકની છે અને અગાઉ પણ એશિયન ગેમ્સમાં કુરાશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. (Image Source | PTI)

સર્ફિંગ પણ એશિયન ગેમ્સમાં પ્રથમવાર જોવા મળશે. ભારતે આ ઐતિહાસિક ડેબ્યૂ માટે ચાર ખેલાડીઓ પસંદ કર્યા છે. પુરુષ વર્ગમાં કિશોર કુમાર અને શિવરાજ બાબુ, જ્યારે મહિલા વર્ગમાં કમાલી મૂર્તિ અને શુગર શાંતિ બનારસે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. (Image Source | iStock)

સર્ફિંગ ટીમમાં કિશોર કુમાર કોવેલમ સાથે જોડાયેલો છે. જ્યારે શિવરાજ બાબુ મહાબલીપુરમ, તમિલનાડુનો છે. કમાલી મૂર્તિ પણ તમિલનાડુના મહાબલીપુરમની છે, જ્યારે શુગર શાંતિ બનારસે ગોવાની છે. આ ચારેય ખેલાડીઓ ભારતના પ્રથમ એશિયન ગેમ્સ સર્ફિંગ દળનો ભાગ છે. (Image Source | iStock)

ટેકબોલમાં પણ ભારત માટે આ ઐતિહાસિક શરૂઆત છે. ભારતીય ટીમમાં મોહમ્મદ અનસ ઇમરાન બેગ, ડેકલન માર્શલ ગોન્સાલ્વેસ અને ક્વિમ્સી ડિસોઝા સામેલ છે. અનસ અને ડેકલન પુરુષ ડબલ્સમાં, જ્યારે ક્વિમ્સી મહિલા સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં રમશે. ત્રણેય ખેલાડીઓ મુંબઈના છે. જ્યારે ક્વિમ્સી બાદમાં બેંગલુરુમાં રહીને રમતને આગળ વધારી રહી છે.

વર્ચ્યુઅલ તાઈક્વૉન્ડો પણ આ એશિયન ગેમ્સમાં નવી રમત છે. ભારત તરફથી કશિશ મલિક આ ઈવેન્ટમાં ભાગ લેશે. ખાસ વાત એ છે કે કશિશ અગાઉ પરંપરાગત તાઈક્વૉન્ડોમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે જ્યારે વર્ચ્યુઅલ તાઈક્વૉન્ડોમાં સ્પર્ધા ટેક્નોલોજી, મોશન-કૅપ્ચર અને વર્ચ્યુઅલ સિમ્યુલેશનના આધારે થશે. (Image Source | PTI)

આ રીતે એશિયન ગેમ્સ 2026 ભારત માટે માત્ર જાણીતી રમતોનું મંચ નથી, પરંતુ નવી રમતોમાં પણ ભારતીય ખેલાડીઓની શરૂઆતનું મહત્વનું વર્ષ બની રહ્યું છે. MMAમાં બે, સર્ફિંગમાં ચાર, ટેકબોલમાં ત્રણ અને વર્ચ્યુઅલ તાઈક્વૉન્ડોમાં એક ભારતીય ખેલાડીની હાજરી છે, જ્યારે પેડલમાં ભારતીય ખેલાડીનો સમાવેશ અંતિમ ઉપલબ્ધ દળની યાદીમાં જોવા મળતો નથી. (Image Source | PTI)
આ પણ વાંચો, ‘જ્યારે લોકો તમારા પર પથ્થર ફેંકે… અભિષેક શર્માની 30 બોલમાં સદી બાદ યુવરાજ સિંહે કહી ગજબ વાત
