AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanatan Sanskriti: રાધા અષ્ટમીએ જાણો કોણ છે રાધા રાણીની અષ્ટ સખીઓ, જેના વિશે 99% લોકો નહીં જાણતા હોય….

Sanatan Sanskriti: વ્રજ અને વૃંદાવનની ભક્તિ પરંપરામાં અષ્ટ સખીઓના સ્મરણ વિના રાધા-કૃષ્ણની ભક્તિ અધૂરી ગણાય છે. નિષ્કામ સેવા અને સમર્પણ નો સંદેશ દેનરી આ દિવ્ય સખીઓનો મહિમા રાધા અષ્ટમીના પાવન અવસરે દરેક ભક્તને જાણવો જોઈએ. તો આવો જાણીએ આ સખીઓ વિશે..

| Updated on: Sep 19, 2026 | 4:52 PM
Share
આજે રાધા અષ્ટમીના દિવસે રાધાજીની આઠ સખીઓના નામ, તેમની વિશેષતાઓ અને તેમની સેવાઓ વિશે જાણીએ. સાથે જ જાણશુ કે રાધાજીની સૌથી નિકટ અને પ્રિય સખી કોને માનવામાં આવે છે. આખરે આ અષ્ટ સખીઓનો શું છે ખાસ મહિમા અને રાધાકૃષ્ણની લીલાઓમાં તેમની શું છે ભૂમિકા. આવો જાણીએ.

1 / 12
રાધા કૃષ્ણની લીલાઓમાં અષ્ટ સખીઓની ભૂમિકા: ભક્તિ પરંપરામાં અષ્ટ સખીઓને રાધા રાણીની સૌથી નજીક અને પરમ પ્રિય તેમજ ખાસ સખીઓ માનવામાં આવે છે. તેમને રાધા-કૃષ્ણની લીલાઓમાં મદદ કરનારી પ્રમુખ સેવિકાઓ તરીકે પણ જોવામાં આવે છે.

2 / 12
 માન્યતા એવી છે કે તેમનુ જીવન રાધા રાણીની સેવા અને રાધા કૃષ્ણના પ્રેમને વધારવા માટે સમર્પિત છે. નિકુંજ લીલાઓ થી લઈને શૃંગાર, સંગીત, પુષ્પ સેવા અને વિભિન્ન ઉત્સવો સુધી, તેની તમામ સખીઓની પોતાની વિશેષ સેવા બતાવાઈ છે.

3 / 12
કોણ છે રાધા રાણીની આઠ સખીઓ?  લલિતા સખી, વિશાખા સખી, ચિત્રા સખી, ચંપકલતા સખી, તુંગવિદ્યા સખી, ઈંદુલેખા સખી, રંગદેવી સખી, સુદેવી સખી

4 / 12
લલિતા સખી: આઠ સખીઓમાં લલિતા સખીને રાધાની સૌથી ખાસ માનવામાં આવે છે. ભક્તિ પરંપરામાં તેમને રાધાજીની અત્યંત પ્રિય સખી ગણવામાં આવે છે. લલિતા સખીનો સ્વભાવ તેજ, નીડર અને સ્નેહથી ભરેલો છે. તે રાધા રાણીના પક્ષની સૌથી મુખ્ય સેવિકાના રૂપે વર્ણિત છે. માન્યતા છે કે જો શ્રીકૃષ્ણ કોઈ તોફાન કે લીલા કરે તો લલિતા સખી તેમને પ્રેમથી ઠપકો પણ આપી દેતા. રાધા રાણીના શૃંગાર થઈ લઈને અનેક સેવાઓમાં લલિતા સખીની વિશેષ ભૂમિકા માનવામાં આવે છે.

5 / 12
વિશાખા સખી: વિશાખા સખીને બુદ્ધિમાન, ચતુર અને કુશળ સંવાદદાતા માનવામાં આવે છે. રાધાકૃષ્ણ વચ્ચે સંદેશ પહોંચાડવા માટે અને તેમને મળવામાં મદદ કરનારી સખીના રૂપે વર્ણિત છે. કવિતા, સંગીત અન વાતચીતમાં નિપુણ વિશાખા એ રાધા-કૃષ્ણ વચ્ચે પ્રેમ સંદેશની આપલે કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું મનાય છે.

6 / 12
ચિત્રા સહેલી: ચિત્રા સહેલીને કલા અને સૌદર્ય ની વિશેષજ્ઞ માનવામાં આવે છે. વસ્ત્ર, આભૂષણ અને રંગો ના સુંદર સંયોજનમાં તેમની વિશેષ કુશળતા બતાવાઈ છે. રાધાજીના શ્રીંગાર અને નિકુંજની સજાવટ સાથે જોડાયેલી સેવાઓમાં ચિત્રા ની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે.

7 / 12
ચંપકલતા સહેલી: ચંપકલતા સહેલી સરળ, મધુર અને સેવાભાવી સ્વભાવવાળી ગણાય છે. વનથી ફૂલ, ફળ અને પૂજા અને સેવા માટેની સામગ્રી લાવવામાં તેમની વિશેષ ભૂમિકા રહેતી. ફુલોની માળા બનાવવામાં તેમની કુશળતા હતી.

8 / 12
તુંગવિદ્યા સખી: તુંગ વિદ્યા સખીને વિવિધ વિદ્યાઓમાં નિપુણ માનવામાં આવે છે. સંગીત, નૃત્ય, શાસ્ત્ર અને કળાઓમાં તેમના વિશેષ પ્રભુત્વનું વર્ણન મળે છે. રાધા-કૃષ્ણની લીલાઓમાં સંગીત અને સાંસ્કૃતિક સેવાઓ થી તેમનો વિષેશ સંબંધ બતાવવામાં આવ્યો છે.

9 / 12
ઈંદુલેખા સહેલી: ઈંદુલેખા સહેલી તેમની તેજ બુદ્ધિ અને ચતુરાઈ માટે જાણીતા છે. પરિસ્થિતિઓને સમજી યોગ્ય સમયે કામ કરવામાં તેમને કુશળ માનવામાં આવે છે. રાધા-કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલી યોજનાઓ અને વિવિધ સેવાઓને વ્યવસ્થિત કરવામાં તેમની વિશેષ ભૂમિકા રહી છે.

10 / 12
રંગદેવી સહેલી: રંગદેવી સહલી નો સ્વભાવ હસમુખો અને ચંચળ મનાય છે. રાસ અને ઉત્સવોમાં આનંદનું વાતાવરણ બનાવવામાં તેમની કુશળતા છે.  ઉત્સવો અને રાસ લીલાઓની તૈયારીઓમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

11 / 12
સુદેવી સખી: સુદેવી સખીને રંગદેવી સખીની જુડવા બહેન માનવામાં આવે છે. તેમનો સ્વભાવ શાંત, વિનમ્ર અને સેવાભાવી છે. ગૌ સેવા અને પ્રકૃતિ સાથે જોડાયેલી સેવાઓમાં તેમની વિશેષ રુચિ માનવામાં આવે છે. રાધા રાણીની વ્યક્તિગત સેવામાં પણ તેમની ભૂમિકા રહેલી છે.

12 / 12

પિતૃદોષ કેટલા વર્ષ સુધી ચાલે છે? જાણો તેને દૂર કરવાની યોગ્ય વિધિ અને ઉપાયો

Follow Us
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ

નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ

વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર

અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે

બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

g clip-path="url(#clip0_868_265)">