Monsoon Breaking: ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ: આગામી 2 થી 4 દિવસમાં વિદાય શરૂ થશે, હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં ચાલુ સિઝનનો કુલ 85.79% વરસાદ નોંધાયા બાદ હવે ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે. હવામાન વિભાગ અનુસાર, લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન વચ્ચે આગામી 2 થી 4 દિવસમાં ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થશે. ક્યાં પડશે હળવો વરસાદ અને કેવા રહ્યા આંકડા? જાણો.
રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે હવે ચોમાસું વિદાય લેવાના આરે પહોંચી ગયું છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, આગામી 2 થી 4 દિવસમાં ગુજરાતમાંથી ચોમાસાના વિદાય લેવાની સત્તાવાર શરૂઆત થઈ જશે.
જોકે હાલમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં તેજ પવન સાથે હળવો વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ શહેરમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. છેલ્લા આંકડા મુજબ દમણમાં 64 મીમી, ખેડામાં 61 મીમી અને અમરેલીમાં 30 મીમી વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 32 જિલ્લાના 151 તાલુકામાં સારો વરસાદ થતાં સરેરાશ 85.79 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સપ્ટેમ્બર મહિનામાં જ સરેરાશ 94 ટકા વરસાદ વરસ્યો છે. ઝોનવાઇઝ સ્થિતિ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ સૌથી વધુ 112 ટકા વરસાદ નોંધાયો છે.
આ સિવાય મધ્ય-પૂર્વ ગુજરાતમાં 85 ટકા, ઉત્તર ગુજરાતમાં 66 ટકા, સૌરાષ્ટ્રમાં 66 ટકા અને કચ્છમાં 57 ટકા વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ ઘટ જોવા મળી રહી છે, પરંતુ હવે ચોમાસું ધીમે-ધીમે અલવિદા કહી રહ્યું છે.
Rajkot Breaking: ભ્રષ્ટાચાર ઉપર ભ્રષ્ટાચાર. . . ! જંગલેશ્વર ડિમોલેશન વિવાદ પછી RMCના મટકીફોડ કાર્યક્રમમાં લાલ્યાવાડીના આરોપ
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
