AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો, ઊંઝામાં ફૂડ વિભાગના દરોડા, જુઓ Video

Breaking News : 4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો, ઊંઝામાં ફૂડ વિભાગના દરોડા, જુઓ Video

| Updated on: Sep 19, 2026 | 10:22 PM
Share

મહેસાણાના ઊંઝામાં ફૂડ વિભાગે CID પોલીસ સાથે મળીને શંકાસ્પદ વરિયાળીની ફેક્ટરી પર દરોડા પાડ્યા છે. મકતુપુરની ગણેશ ક્લીનિંગ પેઢીમાંથી 4,800 કિલોથી વધુ કલરયુક્ત અને ભેળસેળવાળી વરિયાળી તેમજ પ્રતિબંધિત ગ્રીન કલરનો જથ્થો જપ્ત કરાયો.

મહેસાણાના ઊંઝામાં શંકાસ્પદ વરિયાળીની ફેક્ટરી પર ફૂડ વિભાગે CID પોલીસની મદદથી મોટી કાર્યવાહી કરી છે. વરિયાળી અને મસાલાના વેપાર માટે દેશભરમાં જાણીતા ઊંઝામાં, મકતુપુર સ્થિત ગણેશ ક્લીનિંગ પેઢી પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી 4,800 કિલોથી વધુ કલરયુક્ત અને ભેળસેળવાળી હોવાની શંકાસ્પદ વરિયાળીનો જથ્થો મળી આવ્યો છે. આ ઉપરાંત, પ્રતિબંધિત ગ્રીન કલરનો જથ્થો પણ ઝડપાયો હતો, જેનો ઉપયોગ વરિયાળીમાં ભેળસેળ કરવા માટે થતો હોવાનું મનાય છે. આ કાર્યવાહીમાં અંદાજે 2 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

ફૂડ વિભાગ દ્વારા આ સમગ્ર જથ્થાના નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. વરિયાળીમાં રંગનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો હતો અને આ જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો, તે અંગે તંત્ર દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળ સામે તંત્રની કડક નીતિનો સંદેશ સ્પષ્ટ થયો છે, અને ફૂડ સેફ્ટી અંગેની ચિંતાઓ ફરી ચર્ચામાં આવી છે.

ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ, જુઓ Video

Published on: Sep 19, 2026 10:21 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">