AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF ના નાણાંથી આ રીતે ભરો LIC પ્રીમિયમ, ખિસ્સા પર નહીં પડે એક પણ રૂપિયાનો બોજ!

જો આર્થિક સંકટના કારણે LIC પોલિસીનું પ્રીમિયમ ભરવામાં મુશ્કેલી પડી રહી હોય, તો તમે EPF ખાતામાં જમા રકમનો ઉપયોગ કરી શકો છો. EPFO નું ફોર્મ જમા કરીને પ્રીમિયમ ઓટો-ડેબિટ કેવી રીતે કરાવી શકાય અને તેના માટે કઈ શરતો પૂરી કરવી જરૂરી છે? જાણો વિગતવાર.

| Updated on: Sep 19, 2026 | 5:54 PM
Share
દેશમાં અનેક સરકારી તેમજ ખાનગી વીમા કંપનીઓ કાર્યરત છે, જેમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) સરકારી કંપની હોવાથી કરોડો લોકો તેના પર વિશ્વાસ મૂકીને વીમો કરાવે છે અને નિયમિત પ્રીમિયમ ભરે છે. જોકે, ઘણી વખત આર્થિક તંગી કે નાણાંની અછતને લીધે સમયસર પ્રીમિયમ ભરવું મુશ્કેલ બની જાય છે.

1 / 7
આવા સમયે લેટ ફી લાગવાનો કે પોલિસી લેપ્સ (બંધ) થઈ જવાનો ભય રહે છે. જો તમે પણ આવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવ, તો તમારા એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતામાં જમા નાણાંનો ઉપયોગ કરીને LIC પ્રીમિયમની સરળતાથી ચુકવણી કરી શકો છો.

2 / 7
શું PF ના પૈસાથી LIC પ્રીમિયમ ભરી શકાય? હા, જો કોઈ સભ્ય આર્થિક મુશ્કેલીના કારણે પ્રીમિયમ ચૂકવવામાં અસમર્થ હોય, તો તે પોતાના EPF ખાતામાં જમા નાણાંમાંથી પ્રીમિયમ ચૂકવી શકે છે. આ સુવિધાનો લાભ લેવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) માં ફોર્મ 14 (Form 14) ભરીને સબમિટ કરવાનું રહે છે.

3 / 7
શું છે ફોર્મ 14? ફોર્મ 14 એ EPF ખાતામાં જમા રકમનો ઉપયોગ કરીને LIC પોલિસીના પ્રીમિયમની ચૂકવણી કરવા માટેનું સત્તાવાર અરજીપત્રક છે. આ ફોર્મ EPFO ની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મ ભરીને મંજૂર થયા બાદ નિયત તારીખે LIC પ્રીમિયમની રકમ EPF ખાતામાંથી સીધી ઓટો-ડેબિટ (ઓટોમેટિક કપાઈ) થઈ જશે, જેના લીધે રોકડ ચૂકવણીની ચિંતા રહેશે નહીં.

4 / 7
આ સુવિધાનો લાભ કોણ લઈ શકે? (મહત્વની શરતો): આ સુવિધા મેળવવા માટે કેટલીક આવશ્યક શરતો પૂરી કરવી જરૂરી છે: સભ્ય ઓછામાં ઓછા બે વર્ષથી EPF ફંડનો સક્રિય સભ્ય હોવો જોઈએ. સભ્યના EPF ખાતામાં (પોતાના હિસ્સામાં) ઓછામાં ઓછી બે વર્ષના LIC પ્રીમિયમ જેટલી રકમ જમા હોવી ફરજિયાત છે. ફંડમાં સભ્યનું વાર્ષિક યોગદાન વાર્ષિક પ્રીમિયમની રકમ ચૂકવવા માટે પૂરતું હોવું જોઈએ. સભ્યએ એ પણ પ્રમાણિત કરવું પડશે કે તેણે અગાઉ ક્યારેય પીએફ ખાતામાંથી વીમા પોલિસીની ચૂકવણી માટે નાણાં ઉપાડ્યા નથી. આ પોલિસી સંપૂર્ણપણે કોઈપણ પ્રકારના બોજ (ઋણ) થી મુક્ત હોવી જોઈએ.

5 / 7
ફોર્મ 14 માં કઈ વિગતો ભરવાની રહેશે? અરજી કરતી વખતે ફોર્મ 14 માં નીચે મુજબની પોલિસી વિગતો નોંધવી પડશે: LIC ની જે શાખા કે યુનિટમાં પોલિસી ખાતું છે તેનું સરનામું, પોલિસી અથવા પ્રપોઝલ નંબર અને તારીખ, વીમાની રકમ (સમ એશ્યોર્ડ) અને પોલિસી ખરીદવાની સંભવિત તારીખ, વાર્ષિક પ્રીમિયમની રકમ અને પ્રથમ તેમજ આગામી પ્રીમિયમ ચૂકવણીની નિયત તારીખ, છેલ્લું પ્રીમિયમ ચૂકવવાની તારીખ, ઉંમરની સ્વીકૃતિ અંગેની વિગત (જો ન થઈ હોય તો રજૂ કરેલા પુરાવાની માહિતી), વીમા અધિનિયમ, 1938 ની કલમ 39 હેઠળ નોમિનીનું નામ (નોમિની સગીર હોય તો વાલીનું નામ), સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ને અગાઉ સોંપેલી કોઈ જૂની પોલિસી હોય તો તેની વિગત

6 / 7
નોંધનીય છે કે, સામાન્ય રીતે EPF માં જે વ્યક્તિ નોમિની હોય તેને જ આ પોલિસીમાં નોમિની રાખવાની રહેશે. વધુ વિગતો અને પ્રક્રિયા માટે સભ્યો EPFO ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

7 / 7

EPFO WhatsApp Service : હવે વોટ્સએપ પર મળશે PF ખાતાની ‘A to Z’ વિગતો, EPFOએ શરૂ કરી ખાસ સુવિધા

Follow Us
આજનું રાશિફળ: કારકિર્દીમાં નવી તકો ખુલશે, ભાગ્યનો મળશે ભરપૂર સાથ

ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, મગફળીનો પાક બરબાદ, ખેડૂતોને ભારે નુકસાન

CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ

ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video

દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video

જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ

પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો

g clip-path="url(#clip0_868_265)">