કાનુની સવાલ : ભારતીય કાયદામાં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ સાથે જોડાયેલા સંપત્તિના અધિકારો વિશે જાણો
ભારતીય બંધારણ અથવા હિન્દુ લગ્ન અધિનિયમ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ વચ્ચેના સંબંધને માન્ય લગ્ન માનતો નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે ઘણા ચુકાદાઓમાં લિવ-ઇનને (cohabitation) તરીકે બંધારણીય રીતે સ્વીકાર્ય ગણાવ્યું છે.

ભારતીય કાયદામાં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના અધિકારો, ખાસ કરીને મિલકતના અધિકારો અંગે પરિસ્થિતિ થોડી જટિલ છે, કારણ કે ભારતમાં લિવ-ઇન રિલેશનશિપને અમુક હદ સુધી માન્યતા આપવામાં આવે છે, પરંતુ તેને લગ્ન સમાન ગણવામાં આવતું નથી. મુખ્ય કાનૂની મુદ્દાઓ નીચે મુજબ છે

ઉદાહરણ તરીકે ઇન્દ્ર શર્મા વિરુદ્ધ વી.કે.વી. સરમા (2013) કોર્ટે કહ્યું કે ,લાંબા સમય સુધી સાથે રહેવું તેને લગ્ન જેવા સંબંધ તરીકે ગણી શકાય.

હવે આપણે સંપત્તિના અધિકારો વિશે વાત કરીએ તો. ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ એક-બીજાની વ્યક્તિગત સંપત્તિ પર કોઈ કાનુની અધિકાર હોતો નથી. જ્યાં સુધી તે સંપત્તિ મિલકત સંયુક્ત રીતે ખરીદેલી છે, અથવા કોઈ પ્રકારનો લેખિત કરાર (agreement) હોવો જોઈએ.

હવે આપણે ઉદાહરણની રીતે જોઈએ તો જો બોયફ્રેન્ડના નામ પર ફ્લેટ છે અને ગર્લફ્રેન્ડ આ ફ્લેટ પર રહે છે તો તેની પાસે કોઈ કાનુની અધિકાર નથી.જ્યાં સુધી તેનું નામ જોડી રજિસ્ટ્રેશન ન હોય

જો બંનેએ સાથે મળીને મિલકત ખરીદી હોય, અને બંનેના નામ દસ્તાવેજમાં હોય, તો બંનેને સમાન અધિકારો છે.જો એક વ્યક્તિ બીજા વ્યક્તિને મોંઘી વસ્તુ/મિલકત ભેટ આપે છે, તો તે ભેટ મેળવનારની વ્યક્તિગત મિલકત બની જાય છે.

હવે આપણે લિવ-ઈન પાર્ટનરની સુરક્ષાની જો વાત કરીએ તો ગર્લફ્રેન્ડને ઘરેલૂ હિંસામાંથી સુરક્ષા મળી શકે છે. જો સંબંધ"in the nature of marriage" હોય તો કોર્ટ ભરણપોષણ આપવાનો આદેશ આપી શકે છે.આ અધિકાર માત્ર મહિલાઓ માટે ઉપલબ્ધ છે , પુરુષને આવી સુરક્ષા મળતી નથી.

ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ એક-બીજાની સંપત્તિના કાનુની વારસદાર હોતા નથી. જ્યાં સુધી કોઈ (Will) ન હોય. કે પછી કાયદેસર લગ્ન ન થયા હોય.

જો મિલકત અથવા પૈસા અંગે છેતરપિંડી થઈ હોય (દા.ત.: ગર્લફ્રેન્ડે લાલચ આપીને પૈસા લીધા હોય), તો બોયફ્રેન્ડ *છેતરપિંડી/વિશ્વાસધાતનો કેસ દાખલ કરી શકે છે, પરંતુ આ માટે નક્કર પુરાવાની જરૂર પડશે.

. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
