AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: તમે પોતે કમાતા કેમ નથી? સુપ્રીમ કોર્ટે 12 કરોડ ભરણપોષણ અને BMW માંગવા બદલ એક મહિલાને ફટકાર લગાવી

કાનુની સવાલ: સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન CJI ગવઈએ એક મહિલાને ઠપકો આપ્યો. CJI એ કહ્યું કે-મહિલા પોતે શિક્ષિત છે અને તે ભરણપોષણમાં આવી વસ્તુઓની માગ કરી શકતી નથી.

| Updated on: Jul 26, 2025 | 10:00 AM
Share
કાનુની સવાલ: મંગળવારે એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે લગ્ન પછી પત્ની દ્વારા માંગવામાં આવતા ભરણપોષણ પર એક લાઈન ખેંચવાનો પ્રયત્ન કર્યો છે.

1 / 9
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો મહિલાઓ પોતે શિક્ષિત હોય તો તેઓ બિનજરૂરી વસ્તુઓની માગ કરી શકતી નથી. આ દરમિયાન ચીફ જસ્ટિસ જસ્ટિસ BR ગવઈએ પણ એક મહિલાને ઠપકો આપ્યો. સુપ્રીમ કોર્ટમાં ભરણપોષણ સંબંધિત કેસની સુનાવણી ચાલી રહી હતી.

2 / 9
મળતી માહિતી મુજબ મહિલાએ તેના પતિ પાસેથી મુંબઈમાં ઘર, BMW કાર અને 12 કરોડ રૂપિયા માંગ્યા હતા. લગ્નના 18 મહિનાની અંદર મહિલાએ તેના પતિથી અલગ થતી વખતે આવી માંગણીઓ કરી હતી.

3 / 9
મહિલાએ દલીલ કરી હતી કે તેનો ભૂતપૂર્વ પતિ ખૂબ જ ધનવાન છે અને તેથી આ માંગણીઓ વાજબી છે. આના પર કોર્ટે મહિલાને ઠપકો આપતા કહ્યું કે તે પોતે શિક્ષિત છે અને તેણે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવું જોઈએ.

4 / 9
સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું, "તમે IT એક્સપર્ટ છો. તમે એમબીએ કર્યું છે. તમને બેંગ્લોર, હૈદરાબાદમાં ગમે ત્યાં કામ મળશે. તમે કામ કેમ નથી કરતા?" કોર્ટે વધુમાં કહ્યું, "તમારા લગ્ન ફક્ત 18 મહિના જ ટક્યા અને હવે તમને BMW પણ જોઈએ છે?"

5 / 9
મહિલાનો શું મત છે?: મહિલાએ ભરણપોષણની પોતાની માંગણીનો બચાવ કરતી વખતે, તેના પતિની સંપત્તિનો ઉલ્લેખ કર્યો અને પતિએ તેના પર ખોટી રીતે તેને છોડવાનો આરોપ લગાવ્યો. 'તે ખૂબ જ ધનવાન છે. તેણે લગ્ન રદ કરવાની માગ કરી છે અને કહ્યું છે કે, હું સ્કિઝોફ્રેનિક છું. શું હું સ્કિઝોફ્રેનિક દેખાઉં છું, સાહેબ?' તેણે બેન્ચને પૂછ્યું.

6 / 9
બાદમાં CJI બીઆર ગવઈએ બંને પક્ષોને સંપૂર્ણ નાણાકીય ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. બેન્ચે એ પણ ભાર મૂક્યો કે, મહિલા તેના 'પતિના પિતાની પૈતૃક મિલકત'નો દાવો કરી શકતી નથી. સુનાવણીના અંતે કોર્ટે અંતિમ પ્રસ્તાવ મૂક્યો - કાં તો મહિલા એક ફ્લેટ સ્વીકારે (જેમાં ભાડું કે અન્ય વસ્તુઓ ચૂકવવાની જરૂર નથી) અથવા 4 કરોડ રૂપિયા લે અને યોગ્ય નોકરી શોધે.

7 / 9
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિના કાર્યોને કારણે તેણે પોતાની નોકરી ગુમાવી દીધી. પતિએ તેની સામે ખોટી FIR દાખલ કરી. આના પર સુપ્રીમ કોર્ટે ખાતરી આપી, 'અમે નિર્દેશ આપીશું કે કોઈ પણ પક્ષ એકબીજા સામે કોઈ ફોજદારી કાર્યવાહી શરૂ ન કરે.' કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય રિઝર્વ રાખ્યો છે.

8 / 9
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

9 / 9

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">