AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમીન ખરીદવી કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ? પૈસાથી રૂપિયા બનાવવા માટે કયો વિકલ્પ ‘બેસ્ટ’?

લાંબાગાળા (લોંગ ટર્મ) માટે રોકાણ કેવી રીતે કરવું? જમીન ખરીદવી કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવા? ભારતીય રોકાણકારો વચ્ચે વેલ્થ ક્રિએશન (સંપત્તિ બનાવવા) માટે વર્ષોથી આ ચર્ચા ચાલી રહી છે.

| Updated on: Jun 26, 2026 | 5:57 PM
Share
દાયકાઓ સુધી આપણા દેશમાં પ્રોપર્ટી એટલે કે જમીન અથવા મકાન ખરીદવું જ અમીર બનવા અને સુરક્ષિત ભવિષ્ય માટેનો સૌથી ભરોસાપાત્ર રસ્તો માનવામાં આવતો હતો. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ એક અત્યંત જબરદસ્ત વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. પ્રોપર્ટી અને મ્યુચ્યુઅલ ફંડ, બંનેએ રોકાણકારોને અમીર બનાવ્યા છે પરંતુ જ્યારે વાત લાંબા સમય માટે રોકાણની હોય, ત્યારે તમારા માટે કયો વિકલ્પ સૌથી શ્રેષ્ઠ રહેશે?

1 / 6
રિયલ એસ્ટેટનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે એક 'ટેન્જિબલ એસેટ' છે, એટલે કે તેને તમે જોઈ શકો છો, અડી શકો છો અને પોતે તેનો ઉપયોગ પણ કરી શકો છો. પ્રોપર્ટીમાંથી તમને દર મહિને રેન્ટલ ઇન્કમ (ભાડાની આવક) મળી શકે છે, જે મોંઘવારીની સાથે વધતી જાય છે. જો કોઈ વિસ્તારમાં નવો હાઈવે, મેટ્રો કે કોઈ મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આવી રહ્યો હોય, તો ત્યાંની જમીનના ભાવ રાતોરાત આસમાનને આંબી શકે છે. જો કે, પ્રોપર્ટી ખરીદતી વખતે લોકો અવારનવાર તેના વધારાના ખર્ચાઓ ભૂલી જાય છે. સ્ટેમ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન ચાર્જ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ અને મેન્ટેનન્સનો ખર્ચ તમારા કુલ નફાને ઘણો ઓછો કરી દે છે. આ સિવાય, જો હોમ લોન લીધી હોય, તો વ્યાજનો ભારે બોજ પણ ઉમેરવો પડે છે.

2 / 6
રિયલ એસ્ટેટ અને મ્યુચ્યુઅલ ફંડ વચ્ચેનો સૌથી મોટો તફાવત પૈસાની જરૂર પડે ત્યારે દેખાય છે. જણાવી દઈએ કે, પ્રોપર્ટીને તરત જ વેચવી અશક્ય હોય છે. એક સાચો ખરીદદાર શોધવામાં, ડીલ નક્કી કરવામાં અને કાગળની કાર્યવાહી પૂરી કરવામાં અઠવાડિયા કે મહિનાઓનો સમય લાગી જાય છે. મંદીના સમયમાં તો આ રાહ જોવાનો ગાળો વધુ લાંબો હોઈ શકે છે.

3 / 6
બીજીબાજુ મ્યુચ્યુઅલ ફંડ્સમાં લિક્વિડિટી (પૈસા છૂટા કરવાની સરળતા) ની કોઈ ઝંઝટ હોતી નથી. તમે જ્યારે ઈચ્છો ત્યારે તમારા ફંડ્સને ઓનલાઈન રીડીમ (પાછા ખેંચી) કરી શકો છો અને થોડા જ દિવસોમાં પૈસા સીધા તમારા બેંક ખાતામાં આવી જાય છે. મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણની આખી પ્રક્રિયાને ખૂબ જ સરળ અને સુલભ બનાવી દીધી છે. એવામાં જ્યાં પ્રોપર્ટી ખરીદવા માટે તમારે એકસાથે લાખો-કરોડો રૂપિયાની વ્યવસ્થા કરવી પડે છે અથવા મોટી લોન લેવી પડે છે, ત્યાં મ્યુચ્યુઅલ ફંડમાં તમે SIP (એસઆઈપી) દ્વારા દર મહિને માત્ર ₹500 જેવી નાની રકમથી પણ શરૂઆત કરી શકો છો. પ્રોપર્ટીમાં રોકાણ કરતી વખતે તમારા પૂરેપૂરા પૈસા એક જ જગ્યાએ બ્લોક થઈ જાય છે. આનાથી વિપરીત, મ્યુચ્યુઅલ ફંડ તમારા પૈસા અલગ-અલગ કંપનીઓ અને સેક્ટર્સમાં લગાવે છે. આ ડાયવર્સિફિકેશન (વિવિધતા) ના કારણે જોખમ ઘણું ઓછું થઈ જાય છે.

4 / 6
એક ઉત્તમ લોકેશન પર લેવાયેલી પ્રોપર્ટી તમને રેન્ટલ અને કેપિટલ એપ્પ્રિસિએશન એટલે કે કિંમત વધવી, બંને રીતે તગડું રિટર્ન આપી શકે છે. જો કે, ઘણી વખત એવું પણ બને છે કે, ભારે અપેક્ષાઓ હોવા છતાં કોઈ વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવ વર્ષો સુધી એક જ જગ્યાએ અટકેલા રહે છે. બીજીબાજુ શેરબજારમાં આવતા ઉતાર-ચઢાવની અસર મ્યુચ્યુઅલ ફંડ પર ચોક્કસ પડે છે. એવામાં જે રોકાણકારો બજારના ઉતાર-ચઢાવની ચિંતા કર્યા વગર પોતાની SIP ચાલુ રાખે છે, તેમને લાંબાગાળે કમ્પાઉન્ડિંગ એટલે કે વ્યાજ પર વ્યાજનો જબરદસ્ત ફાયદો મળે છે, જે વેલ્થ (સંપત્તિ) ને ઘણી ગણી વધારી દે છે. હવે સવાલ એ કે, રોકાણ શેમાં કરવું જોઈએ?

5 / 6
ઘણીવાર લોકો એવું વિચારે છે કે, રિયલ એસ્ટેટ કે મ્યુચ્યુઅલ ફંડમાંથી કોઈ એકને જ પસંદ કરવું પડશે પરંતુ વાસ્તવિકતામાં ઘણા સફળ રોકાણકારો બંનેમાં પૈસા લગાવે છે. પ્રોપર્ટી જ્યાં તમારા પોર્ટફોલિયોને સ્થિરતા અને રેન્ટલ ઇન્કમ આપે છે, ત્યાં 'મ્યુચ્યુઅલ ફંડ' લિક્વિડિટી, ડાયવર્સિફિકેશન અને ઝડપથી આગળ વધવાની તક આપે છે. રોકાણ કરતા પહેલા એ ન પૂછો કે, કઈ એસેટ ક્લાસ વધુ સારી છે પરંતુ એ જુઓ કે તમારા નાણાકીય લક્ષ્યો (ફાઇનાન્સિયલ ગોલ્સ), તમારું ખિસ્સું અને તમારી જરૂરિયાત મુજબ તમારા માટે કયો વિકલ્પ સાચો બેસે છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શું 1 કે 2 હપ્તા બાઉન્સ થતાં જ ‘બેંક’ તમારી ગાડી જપ્ત કરી શકે ? ‘કાર લોન’ લેનારાઓ ખાસ જાણી લે ‘પોતાના અધિકારો’

Follow Us
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા

તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video

અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય

કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે

જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video

યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા

વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">