AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો, 23 નવેમ્બર સુધી બુકિંગ ફૂલ

દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો, 23 નવેમ્બર સુધી બુકિંગ ફૂલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2026 | 11:55 PM
Share

દિવાળીના વેકેશન દરમિયાન મોટી સંખ્યાાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે દેવળિયા સફારી પાર્ક પહોંચ્યા છે અને સિંહ દર્શનની મજા માણી રહ્યા છે. હાલ વેકેશનમાં પ્રવાસીઓને ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને 23 નવેમ્બર સુધીના તમામ બુકિંગ્સ ફુલ છે.

દિવાળીના વેકેશન દરમિયાન સાસણગીર અને દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરિવાર સાથે વેકેશનની મજા માણવા અને સિંહ દર્શન કરવા પહોંચી રહ્યા છે. પ્રવાસીઓ સફારી પાર્કમાં બુકિંગની વ્યવસ્થા, વન વિભાગના સ્ટાફના સહકાર અને અન્ય સુવિધાઓથી સંતુષ્ટ જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓના જણાવ્યા મુજબ, સફારી દરમિયાન તેમને કોઈ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડ્યો નથી.

23 નવેમ્બર સુધી બુકિંગ ફૂલ

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 23 નવેમ્બર સુધીનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. છેલ્લા એક અઠવાડિયામાં જ 15 હજારથી વધુ પ્રવાસીઓએ સાસણગીરની મુલાકાત લીધી છે. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓનો ઉત્સાહ જોતાં આગામી દિવસોમાં પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.

પ્રવાસીઓને સુવિધા મળે તે માટે તંત્ર સજ્જ

પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી પ્રવાસીઓને સફારી દરમિયાન કોઈ હાલાકી ન પડે. બુકિંગથી લઈને સફારી અને અન્ય સુવિધાઓ સુધી પ્રવાસીઓને સરળતા રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર અને વેકેશનની રજાઓમાં સાસણગીર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

 

ભાવનગરની બજારોમાં અસલી ફૂલોને ટક્કર આપતા કૃત્રિમ ફૂલો, પરંપરાગત ફૂલ બજાર પર દેખાઈ અસર

Published on: Nov 10, 2026 11:51 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">