દિવાળી પછી ઘરમાં દેખાય આ 5 સંકેતો તો સમજી લેજો તમે છો અતિશય ભાગ્યશાળી, માતા લક્ષ્મી વરસાવી રહ્યા છે કૃપા !
દિવાળી બાદ ઘરમાં ચકલીઓનું આગમન, તુલસીનું ખીલેલું રહેવું કે અચાનક મીઠી સુગંધનો અહેસાસ થવો અત્યંત શુભ ગણાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ સંકેતો ઘરમાં સુખ-શાંતિ, ધનલાભ અને માતા લક્ષ્મીના કાયમી વાસ તરફ ઈશારો કરે છે.

દિવાળીનો તહેવાર માતા લક્ષ્મીની પૂજા અને ઘરમાં સુખ-સમૃદ્ધિની કામના સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ઘરની સાફ-સફાઈ કરે છે, દીવા પ્રગટાવે છે અને માતા લક્ષ્મીનું વિધિવત પૂજન કરે છે. એવી માન્યતા છે કે માતા લક્ષ્મી સ્વચ્છ અને પવિત્ર ઘરમાં જ વાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દિવાળી પછી પણ ઘરમાં કેટલીક એવી બાબતો જોવા મળી શકે છે, જેને ખૂબ શુભ ગણવામાં આવે છે? ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, આ ઘરમાં ખુશહાલી અને સારો સમય શરૂ થવાના એંધાણ હોઈ શકે છે. આવો જાણીએ આવા 5 શુભ સંકેતો વિશે.

ઘરમાં ચકલી કે પક્ષીઓનું આવવું: ઘરની બાલ્કની કે આંગણામાં પક્ષીઓનું આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો દિવાળી પછી તમારા ઘરમાં ચકલી કે અન્ય નાના પક્ષીઓ નિયમિત આવવા લાગે, તો તેને એક સારો સંકેત ગણવામાં આવે છે. માન્યતા છે કે પક્ષીઓનું ઘરમાં આવવું સુખદ વાતાવરણ અને ખુશહાલી સાથે જોડાયેલું હોય છે.

તુલસીના છોડનું લીલુંછમ રહેવું: હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. ઘરમાં તુલસીનો છોડ લીલોછમ રહે અને તેમાં નવા-નવા પત્તા ફૂટે તે શુભ સંકેત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી દિવાળી પછી પણ તુલસીની નિયમિત દેખભાળ અને પૂજા-અર્ચના કરવી ખૂબ ફળદાયી માનવામાં આવે છે.

ઘરમાં અચાનક સુગંધનો અહેસાસ થવો: જો ઘરમાં કોઈપણ અત્તર કે ધૂપબત્તી વગર અચાનક કોઈ અદ્ભુત સુગંધ આવવા લાગે, તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ ઘરમાં દૈવી વાતાવરણ અને સકારાત્મક ઊર્જાનો સંકેત હોઈ શકે છે.

ઘરના આંગણે ગાયનું આવવું: હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય અને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે ગાયમાં સર્વ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. આવા સંજોગોમાં દિવાળી પછી જો ગાય અચાનક તમારા ઘરના દ્વારે આવે, તો તેને અત્યંત શુભ ગણવામાં આવે છે. ઘણા લોકો તેને ઘરમાં બરકત, શાંતિ અને સુખ-સમૃદ્ધિના આગમનનું પ્રતીક માને છે.

અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગવા: જો દિવાળી પછી તમારા લાંબા સમયથી અટવાયેલા કામો અચાનક સરળતાથી પતવા લાગે, આર્થિક ખેંચ કે પૈસાની સમસ્યા ઓછી થવા લાગે અને પરિવારમાં સુમેળભરી શાંતિ છવાયેલી રહે, તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ માતા લક્ષ્મીની અસીમ કૃપાના સ્પષ્ટ સંકેતો છે.

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
Diwali 2026: શા માટે ગુનેગારો અને ઠગો પર પણ મહેરબાન થાય છે લક્ષ્મી? મહેનતુ કેમ રહી જાય છે ગરીબ
