કાનુની સવાલ : 48 કલાકથી વધુ સમય માટે જેલમાં રહેલા સરકારી કર્મચારી આપમેળે સસ્પેન્ડ થશે
સુપ્રીમ કોર્ટે ( SC)જણાવ્યું હતું કે જો કોઈ સરકારી કર્મચારીની ધરપકડ કરવામાં આવે અને તે 48 કલાકથી વધુ સમય માટે ન્યાયિક કસ્ટડીમાં રહે તો તેને સસ્પેન્ડ માનવામાં આવશે. આરોપી લગભગ 15 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં હતો.

સુપ્રીમ કોર્ટે એક સરકારી કર્મચારીની ધરપકડ પર મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું જો કોઈ સરકારી કર્મચારીની ધરપકડ થાય છે. તેમજ 48 કલાકથી વધુ સમય સુધી કસ્ટડીમાં રહે છે. તો તેને ડીમ્ડ સસ્પેન્શન માનવામાં આવશે.

જસ્ટિસ જે.બી પારદીવાલા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે આ ટિપ્પણી ત્યારે કરી હતી. જ્યારે તે બિહારના સમસ્તીપુર સ્થિત હોસ્પિટલના પ્રશાસક વિશ્વજીત સિંહના જામીન પુનઃસ્થાપિત કરી રહ્યો હતો.

વિશ્વજીત સિંહ પર આરોપ છે કે, તેમણે એક કોન્ટ્રાક કર્મચારીને 36, 421 રુપિયાનું વેતન જાહેર કરવા બદલ 4,000 રુપિયાની લાંચ માંગી હતી. સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના આ આદેશને રદ કર્યો છે. જેમાં જમાનત મળ્યાના અંદાજે એક વર્ષ પછી વિશ્વજીત સિંહના જામીન રદ કર્યા હતા. બેન્ચે કહ્યું કે, ભલે માંગવામાં આવેલી લાંચની રકમ જામીન અરજી પર નિર્ણય લેવા માટે કોઈ મહત્વપૂર્ણ આધાર ન હતો, પરંતુ હાઈકોર્ટ જામીન રદ કર્યા વિના આ અવલોકન કરી શક્યું હોત.

જસ્ટિસ પારદીવાલાએ 6 નવેમ્બરના રોજ જામીન પુનઃસ્થાપિત કરવાના તેમના આદેશમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આરોપીના સેવા દરજ્જા અને ત્યારબાદની પોસ્ટિંગ અંગે એક "ચિંતાજનક મુદ્દો" પણ દર્શાવ્યો હતો.

જોકે, એક ચિંતાજનક મુદ્દો છે જેને આપણે અવગણવો જોઈએ નહીં. એવું લાગે છે કે તેની ધરપકડ પછી, આરોપી લગભગ 15 દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહ્યો.

એકવાર કોઈ જાહેર સેવકની ધરપકડ કરવામાં આવે અને તે 48 કલાકથી વધુ સમય માટે ન્યાયિક કસ્ટડીમાં રહે, તો તેને સસ્પેન્ડ માનવામાં આવે છે. એક જાહેર સેવક તરીકે, તેને સસ્પેન્ડ માનવામાં આવે છે. આ સંદર્ભમાં કોઈ અલગ કે ખાસ આદેશની જરૂર નથી,તેવું પારડીવાલાએ જણાવ્યું હતુ.

બેન્ચે એવી માહિતી પણ નોંધી હતી કે સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ સસ્પેન્શનનો આદેશ પાછળથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. "અને આશ્ચર્યજનક રીતે, તેમને તે જ હોસ્પિટલમાં અને તે જ પદ પર મુકવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે શક્ય તેટલી વહેલી તકે આ મામલાની તપાસ કરવી જોઈએ. બેન્ચે કહ્યું, અમને આશા છે કે, રાજ્ય કાયદા મુજબ આ મામલે જરૂરી પગલાં લેશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
