AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરની બજારોમાં અસલી ફૂલોને ટક્કર આપતા કૃત્રિમ ફૂલો, પરંપરાગત ફૂલ બજાર પર દેખાઈ અસર

ભાવનગરની બજારોમાં અસલી ફૂલોને ટક્કર આપતા કૃત્રિમ ફૂલો, પરંપરાગત ફૂલ બજાર પર દેખાઈ અસર

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2026 | 9:18 PM
Share

ભાવનગરના બજારોમાં આ દિવાળીએ કૃત્રિમ ફૂલોની માગ વધી છે. કૃ્ત્રિમ ફૂલો અસલી ફૂલોને જબરી ટક્કર આપી રહ્યા છે. જેની અસર પરંપરાગત ફૂલ બજાર પર જોવા મળી રહી છે.   અસલી ફૂલોની સરખામણીમાં આ ફૂલો સસ્તા, ટકાઉ અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ હોવાથી ગૃહિણીઓની પહેલી પસંદ બન્યા છે.

દિવાળીના તહેવારની રોનક વચ્ચે ભાવનગરના બજારોમાં આ વખતે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ઘરની સજાવટ માટે ઉપયોગમાં લેવાતા અસલી ફૂલોને બદલે હવે કૃત્રિમ (આર્ટિફિશિયલ) ફૂલો લોકોની પહેલી પસંદ બની રહ્યા છે. રંગબેરંગી ડિઝાઇન, આકર્ષક દેખાવ અને લાંબા સમય સુધી ટકી રહેવાની ખાસિયતને કારણે પ્લાસ્ટિકના ફૂલોનું બજારમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

ખાસ કરીને ગૃહિણીઓ ઘર અને મંદિરની સજાવટ માટે આર્ટિફિશિયલ ફૂલો ખરીદવાનું વધારે પસંદ કરી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે અસલી ફૂલોનો હાર આશરે 50 રૂપિયામાં મળે છે, જે થોડા સમયમાં કરમાઈ જાય છે. જ્યારે આર્ટિફિશિયલ ફૂલો 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે અને આખું વર્ષ ઉપયોગમાં લઈ શકાય છે. સુખડના હાર, હીરા-મોતી જડિત હાર, પાંદડાની વેલો, આકર્ષક ગુલદસ્તા અને કુંજાના ડેકોરેશન માટેના ફૂલો જેવી અનેક વેરાયટી બજારમાં મળી રહી છે. આ ફૂલો ભલે સુગંધ ન આપતા હોય, પરંતુ દેખાવમાં સુંદર અને આકર્ષક હોવાથી અસલી ફૂલોને ટક્કર આપી રહ્યા છે. આ ટ્રેન્ડને કારણે પરંપરાગત ફૂલ બજાર પર અસર થઈ રહી છે.

 

નૂતન વર્ષે સાળંગપુરમાં કષ્ટભંજન દેવને કરાયો 8 કિલો સોનાના વાઘાનો દિવ્ય શણગાર- Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">