AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનું ખરીદવાનો પ્લાન છે? શું 2027 સુધીમાં ભાવ આસમાને આંબશે, જાણી લો ગ્લોબલ બેંકોની સૌથી મોટી આગાહી!

આગામી સમયમાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. જોકે, લાંબા ગાળે સોનાની કિંમતમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશ્વની મોટી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પણ સોનાના ભાવને લઈને આશાવાદી છે. ખાસ કરીને જેપી મોર્ગને 2027 માટે સોનાના ભાવમાં મોટો વધારો થવાની આગાહી કરી છે.

| Updated on: Nov 09, 2026 | 4:37 PM
Share
જેપી મોર્ગનના અંદાજ મુજબ, 2027માં સોનાની કિંમત પ્રતિ ઔંસ 6,300 ડોલર સુધી પહોંચી શકે છે. બીજી તરફ, UBSનું માનવું છે કે 2027ના બીજા અથવા ત્રીજા ત્રિમાસિક ગાળા સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 5,200 ડોલર થઈ શકે છે.

1 / 7
વર્ષ 2026 સોનાના રોકાણકારો માટે ઉતાર-ચઢાવભર્યું રહ્યું છે. વર્ષની શરૂઆતમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ આશરે 4,330 ડોલર હતો. જાન્યુઆરી દરમિયાન તેમાં જોરદાર વધારો થયો અને ભાવ 5,608 ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ સોનાના ભાવમાં ઘટાડો શરૂ થયો હતો. જુલાઈમાં કિંમત ઘટીને 3,980 ડોલર થઈ હતી. ઓગસ્ટમાં ફરી તેજી આવતા ભાવ 4,670 ડોલરની નજીક પહોંચ્યા હતા. પરંતુ ઓક્ટોબરમાં ફરી ઘટાડો નોંધાયો અને કિંમત ઘટીને 3,850 ડોલર સુધી પહોંચી ગઈ હતી. 6 નવેમ્બર સુધીમાં સોનું આશરે 4,120 ડોલર પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું.

2 / 7
છેલ્લાં ચાર વર્ષથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો. જોકે, 2026માં અત્યાર સુધીના ઉતાર-ચઢાવને કારણે આખા વર્ષના આધારે ભાવમાં આશરે 4.5 ટકાનો ઘટાડો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તેની સરખામણીમાં 2025 સોના માટે ખૂબ જ સારું વર્ષ રહ્યું હતું. તે વર્ષે સોનાની કિંમતમાં લગભગ 70 ટકાનો વધારો નોંધાયો હતો.

3 / 7
નિષ્ણાતોના મતે, લાંબા ગાળે સોનાની માંગને અનેક પરિબળોનો ટેકો મળી શકે છે. વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી, વધતી મોંઘવારીની ચિંતા, દેશો પર વધી રહેલું દેવું અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા તણાવ જેવા કારણો સોનાને મજબૂતી આપી શકે છે.

4 / 7
આગામી સમયમાં વિશ્વની કેન્દ્રીય બેંકો અંદાજે 600થી 800 ટન સોનાની ખરીદી કરી શકે છે. ચીન પણ સોનાનો ભંડાર વધારવા પર સતત ધ્યાન આપી રહ્યું છે. ચીનની સેન્ટ્રલ બેંકે સતત 23 મહિના સુધી સોનાની ખરીદી ચાલુ રાખી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તાજેતરમાં સોનાના ભાવમાં ઘટાડો થતાં કેટલાક રોકાણકારોએ નફો બુક કર્યો છે. તેના કારણે ફંડ મેનેજરો અને મોટા રોકાણકારો માટે ફરીથી સોનામાં રોકાણ કરવાની તક ઊભી થઈ શકે છે.

5 / 7
વિશ્વની જાણીતી નાણાકીય સંસ્થાઓએ 2027માં સોનાના ભાવને લઈને પોતાના અનુમાનો રજૂ કર્યા છે. જેપી મોર્ગન મતે 2027માં સોનાનો ભાવ 6,300 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. UBS મતે 2027ના બીજા અથવા ત્રીજા ત્રિમાસિક ગાળા સુધીમાં સોનાની કિંમત 5,200 ડોલર પ્રતિ ઔંસ થવાની શક્યતા છે.

6 / 7
આ અંદાજો દર્શાવે છે કે તાજેતરના ઘટાડા છતાં વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ લાંબા ગાળે સોનાના ભાવ અંગે સકારાત્મક વલણ ધરાવે છે. જોકે, વાસ્તવિક ભાવમાં વૈશ્વિક આર્થિક સ્થિતિ, વ્યાજદર, ડોલરની મજબૂતી અને રોકાણકારોની માંગ પ્રમાણે ફેરફાર થઈ શકે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)

7 / 7

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ

સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ

શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા

અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ

અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું

અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ

સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ

જામનગરમાં દિવાળીની રાત્રે આગનો હાહાકાર, 86 સ્થળોએ ફાટી નીકળી આગ !

અમદાવાદમાં AQI 600ને પાર પહોંચ્યો
અમદાવાદમાં AQI 600ને પાર પહોંચ્યો
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર

g clip-path="url(#clip0_868_265)">