AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જામનગરના દરેડ GIDCમાં કારખાનામાં ભીષણ આગ, ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો

Breaking News : જામનગરના દરેડ GIDCમાં કારખાનામાં ભીષણ આગ, ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો

| Updated on: Nov 10, 2026 | 8:12 PM
Share

જામનગરના દરેડ GIDC વિસ્તારમાં એક કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો.

જામનગરમાં આવેલ દરેડ GIDC વિસ્તારમાં એક કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગના કારણે આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગુડગુડાટ દેખાતા વાતાવરણમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયરબ્રિગેડના જવાનોએ તત્પરતાથી પાણીનો મારો ચલાવી આગને વધુ વિકરાળ બનતી અટકાવી હતી. કલાકોની ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને તપાસ ચાલી રહી છે. આગની તીવ્રતા એટલી હતી કે મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાયો હતો, જે દર્શાવે છે કે આગ કદાચ કારખાનાના મોટા ભાગમાં પ્રસરી હશે. આસપાસના લોકોમાં પણ શરૂઆતમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ ફાયરબ્રિગેડની સક્રિયતાથી સ્થિતિ વહેલી તકે નિયંત્રણમાં આવી હતી.

હેલ્મેટ જ ન બની જાય ઈજાનું કારણ: ખરીદતી વખતે આ 5 બાબતોનું ખાસ રાખો ધ્યાન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">