AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નૂતન વર્ષે સાળંગપુરમાં કષ્ટભંજન દેવને કરાવાયો 8 કિલો સોનાના વાઘાનો કરાયો દિવ્ય શણગાર- Video

નૂતન વર્ષે સાળંગપુરમાં કષ્ટભંજન દેવને કરાવાયો 8 કિલો સોનાના વાઘાનો કરાયો દિવ્ય શણગાર- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2026 | 2:45 PM
Share

વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષે સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરાયેલા ભવ્ય સુવર્ણ વાઘાનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો. ભક્તિમય માહોલમાં મંગળા આરતી અને શણગાર આરતી યોજાઈ. દાદાના દિવ્ય દર્શન માટે દૂરદૂરથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, સૌએ સુખ-શાંતિની પ્રાર્થના કરી.

વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષનો પ્રારંભ ભક્તિમય માહોલમાં થયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરાયેલા ભવ્ય સુવર્ણ વાઘાનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો.

નૂતન વર્ષના પ્રથમ દિવસે દાદાના દિવ્ય દર્શન માટે સાળંગપુર ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે.  સુવર્ણ વાઘામાં બિરાજમાન દાદાનાં દર્શન કરીને ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે. આ પ્રસંગે દાદાના સિંહાસનને પણ રંગબેરંગી ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું.

સવારે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે મંગળા આરતી કરવામાં આવી હતી, જ્યારે શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે શણગાર આરતી યોજાઈ હતી. આ અવસરે સાળંગપુર ધામના સંતોએ સૌ ભક્તોને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યાં હતાં અને નવા વર્ષમાં સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા ઉત્તમ આરોગ્ય જળવાઈ રહે તેવી કષ્ટભંજનદેવના ચરણે પ્રાર્થના કરી હતી.

નવા વર્ષના પ્રથમ દિવસે દાદાના આ દિવ્ય શણગારનાં દર્શન કરવા દૂરદૂરથી મોટી સંખ્યામાં ભાવિકો સાળંગપુર ધામ પહોંચ્યા. સુવર્ણ વાઘા અને ફૂલોના મનમોહક શણગારથી સમગ્ર ધામ ભક્તિમય બન્યુ છે.  નવા વર્ષે દાદાના આશીર્વાદ લેના માટે મોટા સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે.

ડાકોરમાં ‘જય રણછોડ’ના નારા સાથે ભક્તોએ કરી મહાપ્રસાદની લૂંટ- 700 વર્ષ જૂની દિવ્ય પરંપરા ભક્તિભાવપૂર્વક સંપન્ન

Published on: Nov 10, 2026 02:28 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">