AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનામાં સિંગાપોરનો ‘મોટો દાવ’! એક સિક્રેટ નીતિ અને આખું ગોલ્ડ માર્કેટ હચમચી ગયું, આખરે એવી કેવી ‘રમત’ રમી?

ચીન પછી હવે સિંગાપોરથી સોનાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક ગોલ્ડ માર્કેટમાં પોતાનો દબદબો બનાવવા માટે સિંગાપોરે એક મોટો સિક્રેટ માસ્ટરપ્લાન તૈયાર કરી લીધો છે. એવામાં સવાલ એ છે કે, સિંગાપોરનું આ પગલું આંતરરાષ્ટ્રીય સોનાના કારોબારને કેવી રીતે હચમચાવી મૂકશે?

| Updated on: Nov 10, 2026 | 5:40 PM
Share
દુનિયાના સોનાના કારોબારમાં હવે સિંગાપોર પોતાની ભૂમિકા વધારવા માંગે છે. દેશની મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર એટલે કે એમએએસ (MAS) એ મંગળવારે એટલે કે 10 નવેમ્બરને રોજ જણાવ્યું કે, તે વિદેશી સેન્ટ્રલ બેંકો માટે સોનું રાખવાની વોલ્ટ સર્વિસ શરૂ કરશે. આ પગલું ફક્ત સોનું સાચવીને રાખવા પૂરતું સીમિત નથી પરંતુ તેની સાથે ત્યાં સોનાની ખરીદ-વેચાણ અને તેનાથી જોડાયેલા ફાઇનાન્સિયલ કારોબારને મજબૂત કરવા માટે ઘણી અન્ય સર્વિસિસ પણ લાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, કિંમતો નક્કી કરવાની પણ તૈયારી છે; જેથી એશિયાના ટ્રેડિંગ સમય દરમિયાન સોનાના ભાવ નક્કી કરવા, સોદા કરવા અને રિસ્ક સંભાળવા માટે સિંગાપોર એક મહત્વપૂર્ણ સેન્ટર બની શકે.

1 / 8
એમએએસ (MAS) મુજબ, વિદેશી સંસ્થાઓનું સોનું સિંગાપોરની રાષ્ટ્રીય કરન્સી વોલ્ટમાં રાખવામાં આવશે. આ વોલ્ટમાં 500 ટન સુધી સોનું રાખવાની જગ્યા છે. એક મેટ્રિક ટન એટલે કે 1,000 કિલોગ્રામ, આ હિસાબે 500 મેટ્રિક ટન ખૂબ જ મોટી સ્ટોરેજ ક્ષમતા છે. હવે સવાલ એ છે કે, કોઈપણ દેશની સેન્ટ્રલ બેંક સોનું કેમ રાખે છે? જો સરળ શબ્દોમાં કહીએ તો, સોનું તેના રિઝર્વ એટલે કે દેશની જમા નાણાકીય તાકાતનો એક હિસ્સો હોય છે. સેન્ટ્રલ બેંક પાસે વિદેશી કરન્સી અને અન્ય એસેટ્સની સાથે સોનું પણ હોઈ શકે છે. કોઈ સેન્ટ્રલ બેંક જ્યારે પોતાનું સોનું બીજા દેશમાં રાખે છે, ત્યારે તેણે ભરોસાપાત્ર સુરક્ષા, દેખરેખ અને જરૂર પડ્યે સોના સુધી પહોંચ જેવી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.

2 / 8
સિંગાપોરના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ગન કિમ યોંગે જણાવ્યું કે, રિઝર્વ એસેટ તરીકે સોનાની માંગ વધી રહી છે અને સેન્ટ્રલ બેંકો પોતાની મજબૂતાઈ વધારવા માટે વધુ વિકલ્પો શોધી રહી છે. રિઝર્વ એસેટ એટલે એવી પ્રોપર્ટી કે, જેને કોઈ સંસ્થા કે દેશ પોતાની નાણાકીય સુરક્ષા માટે સાચવીને રાખે છે. યોંગે એમ પણ કહ્યું કે, કેટલીક સંસ્થાઓએ આ સેવામાં રસ દાખવ્યો છે પરંતુ વાતચીત ગોપનીય હોવાને કારણે તેમણે એ નથી જણાવ્યું કે, કઈ સેન્ટ્રલ બેંકોએ સંપર્ક કર્યો છે? એવામાં એ કહેવું યોગ્ય નથી કે, કયા-કયા દેશો પોતાનું સોનું સિંગાપોર મોકલશે અથવા કેટલી માત્રામાં સોનું ત્યાં રાખવામાં આવશે? જાહેર કરાયેલી માહિતી અનુસાર, સેવાઓની જાહેરાત કરવામાં આવી છે અને તેના પર રસ દાખવવામાં આવ્યો છે પરંતુ સંભવિત ગ્રાહકોના નામ સામે આવ્યા નથી. ગન કિમ યોંગે જણાવ્યું કે, ગોલ્ડ માર્કેટનો વિકાસ કરવો એ સિંગાપોરની તે ઓળખને આગળ વધારવાનો એક ભાગ છે, જેમાં તેને એક ભરોસાપાત્ર ફાઇનાન્સિયલ સેન્ટર માનવામાં આવે છે.

3 / 8
સિંગાપોર લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય કારોબાર અને ફાઇનાન્સિયલ સર્વિસિસ માટે પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરતું આવ્યું છે. હવે તે સોનાના બજારમાં પણ મોટો હિસ્સો મેળવવા માંગે છે. સોનાના બજારમાં માત્ર સોનું ખરીદવું અને વેચવું જ સમાવિષ્ટ નથી હોતું પરંતુ સોનાને સુરક્ષિત રાખવું, તેની શુદ્ધતા તપાસવી, તેને એક રૂપથી બીજા રૂપમાં ઢાળવું અને સોદામાં ખરીદનાર તથા વેચનારને જોડવા પણ આ કારોબારનો ભાગ છે. આ જ સેવાઓને ધ્યાનમાં રાખીને સિંગાપોર સરકાર ટેક્સ નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.

4 / 8
એમએએસ (MAS) અને સિંગાપોરનું નાણા મંત્રાલય આવતા વર્ષે એપ્રિલથી નવું ટેક્સ ફ્રેમવર્ક લાવવાનો પ્રયાસ કરશે. પ્રસ્તાવ મુજબ, કેટલાક સંસ્થાકીય પક્ષો વચ્ચે થતી જથ્થાબંધ સેવાઓને પણ સોનાથી જોડાયેલી ટેક્સ છૂટના દાયરામાં લાવવામાં આવી શકે છે. આ સેવાઓમાં વોલ્ટિંગ (એટલે કે સોનાને સુરક્ષિત તિજોરી કે વોલ્ટમાં રાખવું), રિફાઇનિંગ (સોનામાંથી અશુદ્ધિઓ દૂર કરીને તેને વધુ શુદ્ધ બનાવવું), રિકાસ્ટિંગ (સોનાને ઓગાળીને કોઈ બીજા નિશ્ચિત આકાર કે સ્વરૂપમાં ઢાળવું), એસેઇંગ (સોનાની શુદ્ધતા અને તેમાં રહેલા મેટલની તપાસ કરવી) અને બ્રોકિંગ (ખરીદનાર અને વેચનાર વચ્ચે સોદો કરાવવાની સેવા) જેવી બાબતો જોડાયેલી હોય છે. આમાં ગ્રાહકો સામાન્ય રીતે સંસ્થાકીય પક્ષો (મોટી નાણાકીય સંસ્થાઓ, કારોબાર કરતી કંપનીઓ અથવા અન્ય મોટા સંગઠનો) હોય છે. પ્રસ્તાવિત ટેક્સ છૂટનો હેતુ આવી સેવાઓને સિંગાપોરમાં કરવાનું વધુ સરળ બનાવવાનો છે પરંતુ આ એક પ્રસ્તાવ છે અને તેને લાગુ કરવા માટે નવું ટેક્સ ફ્રેમવર્ક લાવવાની વાત કહેવામાં આવી છે.

5 / 8
એમએએસ (MAS) નું કહેવું છે કે, આ પહેલોથી સોનાની કિંમત શોધવામાં અને રિસ્ક સંભાળવામાં મદદ મળી શકે છે. "રિસ્ક મેનેજમેન્ટ" એટલે કે કારોબાર સાથે જોડાયેલા જોખમને સમજવું અને તેને સંભાળવું. ઉદાહરણ તરીકે, સોનાના ભાવમાં થતા ઉતાર-ચઢાવથી કોઈ વેપારી કે સંસ્થાને નુકસાન થઈ શકે છે. બજારમાં ઉપલબ્ધ અલગ-અલગ સોદા અને સેવાઓ આવા જોખમને મેનેજ કરવા માટેના વિકલ્પો આપી શકે છે. એમએએસ (MAS) એ જણાવ્યું છે કે, આ પહેલથી એશિયાના ટ્રેડિંગ સમય દરમિયાન આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે.

6 / 8
સિંગાપોર વર્ષના અંત સુધીમાં સોના માટે ઓવર-ધ-કાઉન્ટર (OTC) ક્લિયરિંગ સિસ્ટમ શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. ઓટીસી (OTC) સોદા સામાન્ય રીતે સીધા બે પક્ષો (કોઈ એક્સચેન્જના નિયમિત પ્લેટફોર્મ પર થતા સોદાથી અલગ) વચ્ચે થાય છે. ક્લિયરિંગ સિસ્ટમનું કામ સોદા પછી ચૂકવણી અને ડિલિવરી સાથે જોડાયેલી પ્રક્રિયાને વ્યવસ્થિત કરવામાં મદદ કરવાનું હોય છે. એમએએસ (MAS) ના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમમાં લાઈવ ટ્રેડિંગ અને બજારનું સંચાલન માર્ચ 2027 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે. આ પછી આખા વર્ષ દરમિયાન સોનાના બજારમાં લિક્વિડિટી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

7 / 8
સિંગાપોર એક્સચેન્જ (SGX) ના ફિઝિકલી ડિલિવરેબલ ગોલ્ડ કિલોગ્રામ ફ્યુચર્સ પણ આ યોજનાનો એક ભાગ છે. તેની શરૂઆત વર્ષ 2027 ના બીજા ક્વાર્ટરમાં કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. “ફ્યુચર્સ” એવા સોદા છે, જેમાં ભવિષ્યની કોઈ તારીખ માટે પહેલેથી નક્કી કરેલી શરતો પર ખરીદી કે વેચાણ કરવામાં આવે છે. “ફિઝિકલી ડિલિવરેબલ” નો અર્થ એ છે કે, સોદાની શરતો પૂરી થવા પર સોનાની વાસ્તવિક ડિલિવરીનો વિકલ્પ હોઈ શકે છે. કિલોગ્રામ ગોલ્ડનો અર્થ અહીં સોનાની નક્કી કરેલી કિલોગ્રામ વાળી માત્રાથી છે. સિંગાપોર એકમાત્ર એવું શહેર નથી, જે સોનાના કારોબારમાં પોતાની જગ્યા વધારવા માંગે છે. સમાચારમાં આપેલી માહિતી મુજબ, હૉન્કૉંગની સરકાર પણ બુલિયન સ્ટોરેજનો વિસ્તાર કરવા અને આ શહેરને આંતરરાષ્ટ્રીય ગોલ્ડ ટ્રેડિંગ સેન્ટર તરીકે વિકસાવવા પર કામ કરી રહી છે.

8 / 8

Breaking News: સોનાની ખરીદી પર ‘મોટો નિર્ણય’, ગુજરાત સહિત 5 રાજ્યોમાં સરકારે લાગુ કર્યા આ ‘નવા નિયમો’

Follow Us
તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો, 'કિડની-લિવર ફેઈલ' થઈ શકે છે

'ઘી' ની શુદ્ધતા ચકાસવા માટેનો સરળ સુગર ટેસ્ટ - જુઓ Video

નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાવાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને પાઠવી શુભકામના

અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર 2 આરોપી ઝડપાયા

ગીરગઢડાના રહેણાંક વિસ્તારમાં સિંહણ અને બાળસિંહની લટાર ! Video

ભરૂચમાં ST બસનો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં ! Video

અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી, AQI 254ને પાર

સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ

ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા

g clip-path="url(#clip0_868_265)">