Indian Railways Rules : કન્ફર્મ ટિકિટ હોવા છતાં, તમે તમારી સીટ ગુમાવી શકો છો! રેલવેના NT નિયમો વિશે જાણો
જો તમે પણ કન્ફોર્મ ટિકિટ સાથે પરિવાર સાથે મુસાફરી ટ્રેનમાં કરી રહ્યા છો. તો આ એક નિયમ અત્યારથી જ જાણી લો.જાણો શું છે રેલવેનો NT નિયમ HHT સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. તેમજ પોતાની કન્ફોર્મ સીટને લઈ વાતનું ધ્યાન રાખવું જરુરી છે.

માની લો તમે ટ્રેનમાં મુસાફરી કરવા માટે કન્ફોર્મ ટિકિટ બુક કરી છે. તમારી ટિકિટમાં બી1 કોચની સાઈડ લોઅર બર્થ આપવામાં આવી છે. પરંતુ ટ્રેનમાં ચઢ્યા પછી તમારા ફ્રેન્ડ તમને બી12માં બેસી વાત કરવા માટે બોલાવે છે. તમને લાગે છે કે, તમારી સીટ તો કન્ફોર્મ છે. એટલે જ્યારે ઈચ્છા થશે. ત્યારે તેની સીટ પર જતો રહેશે.

પરંતુ રાતે જ્યારે તમારી સીટ પર પહોંચો છો. તો અહી પહેલાથી જ અન્ય કોઈ મુસાફર બેસેલો હશે. તમે પણ ચોંકી જશો કે,જ્યારે તમારી પાસે કન્ફોર્મ ટિકિટ છે. તો તમારી સીટ પર શું કઈ બીજો વ્યક્તિ બેસી શકે?

રેલવેમાં NT ( Not Turned Up) નિયમ હેઠળ જો કોઈ યાત્રી પોતાની નક્કી કરેલી સીટ સુધી પહોચે નહી તો. ટીટીઈ તપાસ બાદ આ સીટને બીજા મુસાફરને આરએસીને અલોર્ટ કરી દે છે.

આનો ખાસ કરીને વેટિંગ લિસ્ટ વાળા મુસાફરને ફાયદો મળી શકે છે. આ માટે કન્ફોર્મ ટિકિટ હોવી જરુર નથી. તમારી સીટ પર સમય પહેલા પહોંચવું અને બેસી રહેવું પણ જરુરી છે.

આ NT ( Not Turned Up) નિયમને વિસ્તારથી જાણીએ તો જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. તમારી પાસે કન્ફોર્મ ટિકિટ પણ છે. તમે રાજકોટ થી અમદાવાદ આવી રહ્યા છો. આ માટે તમારી B1 કોચમાં સીટ નંબર 25 મળ્યો છે. ટ્રેન ચાલ્યા બાદ ટીટીઈ જ્યારે મુસાફરની ટિકિટ ચેક કરે છે. તો તેને આ સીટ ખાલી મળે છે.

આવી સ્થિતિમાં ટીટીઈ એ જાણવાનો પ્રયાસ કરે છે કે, મુસાફર ટ્રેનમાં આવ્યો કે નહી. જો મુસાફર પોતાની સીટ પર જોવા ન મળે તો. તેને NT ( Not Turned Up) નોંધે છે. ત્યારબાદ રેલવેના નિયમ મુજબ આ ખાલી સીટને બીજા મુસાફરને આપવામાં આવે છે.

કન્ફર્મ ટિકિટ તમને તમારી સોંપેલ સીટ પર મુસાફરી કરવાનો અધિકાર આપે છે, પરંતુ જો તમે ટ્રેનમાં ચઢ્યા પછી તમારી સીટ પર ન પહોંચો, તો તે સમસ્યાઓનું કારણ બની શકે છે.

તેથી, તમારી મુસાફરી દરમિયાન તમારા કોચ અને સીટને ધ્યાનમાં રાખો.
Special Train: દિવાળી અને છઠ માટે ખાસ ટ્રેનોને કોણ મંજૂરી આપે છે અને કોચ ક્યાંથી આવે છે? અહી ક્લિક કરો
