AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DSPના પરસેવા છૂટ્યા! નાની બાળકીએ પૂછ્યો એવો સવાલ કે, મેડમથી જવાબ પણ ‘ના’ અપાયો

તહેવારોની સિઝન દરમિયાન એક નાની બાળકી અચાનક DSP મેડમ સામે આવી ગઈ અને રિપોર્ટર સ્ટાઇલમાં એવો અઘરો સવાલ પૂછી લીધો કે, અધિકારી પણ એક ક્ષણ માટે વિચારમાં પડી ગયા. આ અણધાર્યા પ્રશ્ન પર DSP મેડમે સાદગીથી હસીને કીધું કે, "હું નેક્સ્ટ ટાઈમ વાંચીને આવીશ", બસ ઓફિસરના તે ક્યૂટ અંદાજે હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

DSPના પરસેવા છૂટ્યા! નાની બાળકીએ પૂછ્યો એવો સવાલ કે, મેડમથી જવાબ પણ 'ના' અપાયો
Image Credit source: AI Generated
| Updated on: Nov 10, 2026 | 7:52 PM
Share

તહેવારોની સિઝનમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા માટે પોલીસ બળ સજ્જતાથી રસ્તાઓ પર પેટ્રોલિંગ કરે છે. ધનતેરસ અને દિવાળીની સાંજે મુઝફ્ફરનગરના રસ્તાઓ પર પણ કંઈક આવો જ નજારો હતો, જ્યારે નગર ક્ષેત્રાધિકારી (CO) રૃશિકા સિંહ પોલીસ બળ સાથે પેટ્રોલિંગ પર નીકળ્યા હતા. હવે આ પેટ્રોલિંગ દરમિયાન એક એવી ઘટના બની, જેણે માત્ર પોલીસ અધિકારીઓના ચહેરા પર જ સ્મિત નહોતું લાવી દીધું પરંતુ સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાત એમ છે કે, માર્કેટમાં પેટ્રોલિંગ કરી રહેલા CO ઋશિકા સિંહને એક નાની બાળકી મળીને વાત કરે છે. હાથમાં રેકોર્ડિંગ સેટઅપ અને ચહેરા પર સ્મિત સાથે બાળકીએ અધિકારીને ખૂબ જ પ્રેમથી ‘હેપ્પી દિવાળી’ Wish કર્યું. CO મેમે જ્યારે તેનું નામ પૂછ્યું, ત્યારે બાળકીએ પોતાનું નામ ‘અનોખી’ જણાવ્યું અને માહિતી આપી કે, તે યુટ્યુબ માટે વીડિયો બનાવે છે.

Trending Video જુઓ

નાની બાળકીનો આત્મવિશ્વાસ જોઈને અધિકારી પણ ખુશ થઈ ગયા અને તેની સાથે ખૂબ જ પ્રેમથી વાત કરવા લાગ્યા. વાતચીત દરમિયાન બ્લોગર અનોખીએ અચાનક રિપોર્ટર સ્ટાઈલમાં કહ્યું, ” શું હું એક સવાલ પૂછી લઉં?” CO ઋશિકા સિંહે જેવી જ સંમતિ આપી, બાળકીએ વગર વિલંબે ‘ઓન ધ સ્પોટ’ એક પૌરાણિક અને જનરલ નોલેજનો પ્રશ્ન પૂછી લીધો. બ્લોગરે પૂછ્યું, મેમ… નરકાસુરનો વધ કોણે કર્યો હતો? અચાનક આવેલા આ ટિપિકલ અને પૌરાણિક ઇતિહાસ સાથે જોડાયેલા સવાલને સાંભળીને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા ને હસવા લાગ્યા.

કેટલાંક લોકો આ રીતે અચાનક પૂછાયેલા સવાલો પર અચકાઈ જાય છે અથવા વાત ટાળવાનો પ્રયાસ કરે છે. એવામાં CO ઋશિકા સિંહે જે સાદગી અને સહજતાથી પરિસ્થિતિ સંભાળી, તેમણે બધાનું દિલ જીતી લીધું. તેમણે હસતા હસતા કહ્યું કે, હું વાંચીને આવીશ; ઠીક છે… નેક્સ્ટ ટાઈમ! થેંક યુ. અધિકારીના આ ક્યૂટ અને ઈમાનદાર જવાબે એ સાબિત કરી દીધું કે, પોતાની વાતને સાદગીથી સ્વીકારવી એ જ એક સાચા અને સંવેદનશીલ વહીવટી અધિકારીની ઓળખ હોય છે.

દિલ જીતી લેનારો નજારો

હવે આ Video સોશિયલ મીડિયા પર છવાયેલો છે. એક્સ પર આ વીડિયો RaghvendrYdv નામના પેજથી શેર કરવામાં આવ્યો છે. આ મજેદાર વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં વીડિયો પર લોકો અદભૂત રિએક્શન પણ આપી રહ્યા છે અને બાળકીની ભરપૂર પ્રશંસા પણ કરી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે, પોલીસનો આ મિત્રતાપૂર્ણ ચહેરો જનતાની વચ્ચે એક સકારાત્મક સંદેશ આપે છે.

Trending Video: હવે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં પાળતુ પ્રાણીઓને પણ લઈ જઈ શકશો! બુકિંગ પહેલાં જાણી લો નિયમો અને જરૂરી દસ્તાવેજો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">