વધતા પ્રદૂષણની તમારા શરીર પર કેવી અસર થાય છે? જાણો ઝેરી હવા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે!
વધતું પ્રદૂષણ માત્ર હવાને જ ખરાબ કરતું નથી, પરંતુ તેની સીધી અસર આપણા શરીર પર પણ પડી શકે છે. શરૂઆતમાં ગળામાં ખરાશ, આંખોમાં બળતરા અને સતત ઉધરસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

જ્યારે હવામાં એક અથવા એકથી વધુ પ્રદૂષકોનું પ્રમાણ વધે છે, ત્યારે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) વધે છે. ભારતમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા AQIને છ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યો છે. (Image Sorce | AI Generated)

0થી 50 AQI ઇન્ડેક્સમાં હવા સારી માનવામાં આવે છે. જ્યારે 51થી 100માં સંતોષકારક હવા હોય છે. તો 101થી 200માં મધ્યમ વર્ગની હવા હોય છે. 201થી 300 AQI ઇન્ડેક્સ હોય તો તેને ખરાબ હવા માનવામાં આવે છે. 301થી 400 માં અત્યંત ખરાબ હોય છે અને 401થી 500માં ગંભીર સ્થિતિમાં હોય છે. (Image Sorce | AI Generated)

હવામાનમાં વધતું પ્રદૂષણ અને ઊંચો AQI ઇન્ડેક્સ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે. જ્યારે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી જાય છે, ત્યારે તેની સીધી અસર માનવના શરીર પર થાય છે. માનવના દરેક શરીરનું અંગ મહત્વનું હોય છે. (Image Sorce | AI Generated)

નિષ્ણાતોના મતે, પ્રદૂષિત હવાના સંપર્કમાં આવવાથી સૌથી પહેલી તેની અસર ગળા અને આંખો પર થઈ શકે છે. તેના કારણે ગળામાં ખરાશ થવી અને આંખોમાં સતત બળતરા કે પાણી નીકળવાની સમસ્યા થઈ શકે છે. (Image Sorce | AI Generated)

વધુ પડતા પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ અને સતત ખાંસી રહેવાની સમસ્યા ઊભી થઈ શકે છે. લાંબા સમય સુધી ખરાબ હવામાનમાં રહેવાથી ફેફસાની નળીઓમાં સોજો વધી શકે છે અને શરીરમાં વધુ પડતો કફ જમા થઈ શકે છે. (Image Sorce | AI Generated)

નિષ્ણાતો માને છે કે, આ ઉપરાંત લાંબા સમય સુધી દૂષિત હવા શ્વાસમાં જવાને કારણે હૃદય અને રક્તવાહિનીઓ પર ભારે દબાણ પડી શકે છે. જેના લીધે શરીરમાં સોજાની સમસ્યા અને ઓક્સિડેટીવ તણાવ વધવાથી હૃદય સંબંધિત જોખમો વધી શકે છે. (Image Sorce | AI Generated)

જે લોકો અગાઉથી જ અસ્થમા કે COPD (શ્વાસની લાંબી બીમારી) જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, તેમના માટે આ ખરાબ હવામાન વધુ ગંભીર બની જાય છે. પ્રદૂષણ વધવાને કારણે આવી જૂની બીમારીઓને કાબૂમાં રાખવી મુશ્કેલ બની જાય છે. (Image Sorce | AI Generated)

નોંધ: આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી વિવિધ સ્ત્રોતો પર આધારિત છે. TV9 ગુજરાતી આ તમામ માહિતીની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી. જો તમને પ્રદૂષણના કારણે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા જણાય, તો વિલંબ કર્યા વિના ડોક્ટરની સલાહ લેવી. (Image Sorce | AI Generated)
આ પણ વાંચો, શિયાળામાં બાઇક અને કારના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ? જાણો ઠંડીમાં કેટલું PSI રાખવાથી મળશે બેસ્ટ માઇલેજ
