શું ₹30,000 ની નોકરીમાં કરોડપતિ બનવાનું સપનું સાચું પડી શકે? આ સિક્રેટ પ્લાન છે ‘ખાસ’
રિટાયરમેન્ટ માટે મોટું ફંડ બનાવવું એ દરેકનું સપનું હોય છે પણ મર્યાદિત સેલેરીમાં આ લક્ષ્ય કેવી રીતે હાંસલ કરવો? તે એક મોટો પ્રશ્ન છે. જો તમારી સેલેરી ₹30,000 હોય, તો પણ શિસ્તબદ્ધ રોકાણ અને સ્માર્ટ પ્લાનિંગ દ્વારા તમે ₹1 કરોડનું મોટું ફંડ ઊભું કરી શકો છો.

દરેક વ્યક્તિ રિટાયરમેન્ટ માટે મોટું ફંડ ઈચ્છે છે. હવે જો તમારી સેલેરી ₹30,000 છે, તો શું તમે ₹1 કરોડનું મોટું રિટાયરમેન્ટ ફંડ બનાવી શકો છો? તો આનો જવાબ 'હા' છે. આ માટે જરૂરી છે કે, તમે નિયમિત રોકાણ કરો. સાથોસાથ, જો સેલેરી વધવાની સાથે રોકાણની રકમ પણ વધારશો, તો લક્ષ્ય જલ્દી પ્રાપ્ત થઈ જશે.

ધારો કે, તમારી મહિનાની સેલેરી ₹30,000 છે. તમે દર મહિને ₹6,000નું રોકાણ કરો છો, એટલે કે તમારી કમાણીનો 20%નો ભાગ SIPમાં લગાવો છો. જો હવે તેને લાંબા સમય સુધી ચાલુ રાખો છો, તો આરામથી તમારું ટાર્ગેટ હાંસલ કરી શકો છો.

આ તમને મળતા વળતર પર નિર્ભર કરશે. ધારો કે, તમે ₹6,000 મહિનાની SIP શરૂ કરો છો, તો અલગ-અલગ વાર્ષિક વળતરના અનુમાનથી કરોડપતિ બનવાના સમયનું ગણિત કંઈક આ મુજબ હોઈ શકે છે.

આ ગણતરી મુજબ, 12% વાર્ષિક વળતરના અનુમાન પર આશરે 20 વર્ષમાં ₹1 કરોડનું ફંડ બની શકે છે. આ દરમિયાન તમારું કુલ રોકાણ આશરે ₹41.24 લાખ થશે. બાકીની રકમ અનુમાનિત વળતરથી બનશે.

જો તમારી સેલેરી ₹30,000 થી વધીને ₹40,000 કે ₹50,000 થઈ જાય છે, તો રોકાણની રકમ પણ વધારી શકો છો. આનાથી કરોડપતિ બનવાનું લક્ષ્ય જલ્દી હાંસલ કરવામાં મદદ મળી શકે છે. આને સ્ટેપ-અપ SIP કહેવાય છે.

આમાં દર વર્ષે રોકાણની રકમ વધારવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે પહેલા વર્ષે ₹6,000 મહિનાની SIP કરો છો. બીજા વર્ષે તેને 10% વધારીને ₹6,600 કરી શકો છો. ત્રીજા વર્ષે આ રકમ ₹7,260 થઈ જશે.

આ ગણતરીથી જાણી શકાય છે કે, દર વર્ષે SIPની રકમ 10% વધારવા પર કરોડપતિ બનવાનું લક્ષ્ય આશરે 4 થી 7 વર્ષ વહેલું હાંસલ કરી શકાય છે. જો કે, આ માટે રોકાણકારે દર વર્ષે વધેલી રકમનું રોકાણ કરવું પડશે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સોનું ખરીદવાનો પ્લાન છે? શું 2027 સુધીમાં ભાવ આસમાને આંબશે, જાણી લો ગ્લોબલ બેંકોની સૌથી મોટી આગાહી!
